MI vs PBKS Pitch Report: મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ આજે (22 એપ્રિલ) ઇન્ડિયન પ્રિમિયર લીગની બીજી મેચમાં ટકરાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. બંને ટીમો મુંબઈ ઈન્ડિયન્સના હોમ ગ્રાઉન્ડ 'વાનખેડે'માં આમને-સામને થશે. આ મેદાન પર ટાર્ગેટનો પીછો કરતી ટીમનો સફળતા દર વધુ છે. આવી સ્થિતિમાં ટોસની ભૂમિકા મહત્વની રહેશે. આ પીચ પર સ્પિનરોને પણ સારી મદદ મળશે.
IPL 2021 થી અત્યાર સુધીમાં વાનખેડે ખાતે રાત્રિ દરમિયાન કુલ 32 T20 મેચ રમાઈ છે. આ 22 મેચોમાં પાછળથી બેટિંગ કરનાર ટીમે જીત મેળવી છે. અહીં બીજા દાવમાં બોલરો માટે મુશ્કેલી ઊભી કરે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ અહીં પીછો કરવાનું પસંદ કરે છે.
આજની મેચમાં આ મેદાન પર સ્પિન બોલરોનો દબદબો રહેશે. વાસ્તવમાં આ સીઝનમાં અહીં રમાયેલી મેચોમાં સ્પિનરોએ ઝડપી બોલરો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. જ્યાં સ્પિનરોએ 7.64ના ઈકોનોમી રેટથી બોલિંગ કરી અને 13 વિકેટ લીધી. ઝડપી બોલરોએ 10.17ની ઇકોનોમી સાથે બોલિંગ કરતી વખતે માત્ર 9 વિકેટ લીધી છે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વઢેરા, ટિમ ડેવિડ, અર્જુન તેંડુલકર, રિતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ.
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ-11
અથર્વ તાયડે, પ્રભસિમરન સિંહ, સિકંદર રઝા, હરપ્રીત સિંહ ભાટિયા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, કગીસો રબાડા.
LSG vs GT: આજે લખનઉ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર, જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ-11
લખનઉઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023માં આજે પ્રથમ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ ટકરાશે. લખનઉના 'ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ'માં બંને ટીમો આમને-સામને થશે. આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. ગત સીઝનની જેમ આ વખતે પણ બંને ટીમો શાનદાર લયમાં છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં હાજર છે. આવી સ્થિતિમાં આજની મેચમાં આ ટીમોની પ્લેઈંગ-11 અને ઈમ્પેક્ટ પ્લેયર રણનીતિમાં બહુ ફેરફાર નહીં થાય