લખનઉઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023માં આજે પ્રથમ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ ટકરાશે. લખનઉના 'ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ'માં બંને ટીમો આમને-સામને થશે. આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. ગત સીઝનની જેમ આ વખતે પણ બંને ટીમો શાનદાર લયમાં છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં હાજર છે. આવી સ્થિતિમાં આજની મેચમાં આ ટીમોની પ્લેઈંગ-11 અને ઈમ્પેક્ટ પ્લેયર રણનીતિમાં બહુ ફેરફાર નહીં થાય.






જ્યાં લખનઉ સુપર જાયન્ટ્સે તેની શરૂઆતની 6 મેચમાંથી ચારમાં જીત મેળવી છે અને 8 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ પાંચ મેચમાંથી ત્રણ મેચ જીતી છે અને છ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. જો કે બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે.


આ સીઝનમાં લખનઉની પીચ પર ત્રણ મેચ રમાઈ છે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 121 થી 193 સુધીનો સ્કોર કર્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઝડપી બોલરોને પીચમાંથી સારી મદદ મળશે.


લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ-11


કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદાની, યુધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, નવીર ઉલ હક.


ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ-11


શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, બી સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, વિજય શંકર, રાશિદ ખાન, અલ્ઝારી જોસેફ, મોહમ્મદ શમી, મોહિત શર્મા.


CSK vs SRH, Match Highlights: ચેન્નાઈએ હૈદરાબાદને એકતરફી મેચમાં 7 વિકેટે હરાવ્યું, કોનવેએ રમી ધમાકેદાર ઇનિંગ


CSK vs SRH, Match Highlights: સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 134 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 57 બોલનો સામનો કર્યો અને 12 ફોર અને 1 સિક્સ ફટકારી. ઋતુરાજ ગાયકવાડે 35 રન બનાવ્યા હતા.


ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી


135 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડીએ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ પ્રથમ 6 ઓવરમાં જ મેચને એકતરફી બનાવવાનું કામ કર્યું અને ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 60 રન સુધી પહોંચાડી દીધો.


આ પછી, જ્યારે 9 ઓવરની રમત સમાપ્ત થઈ, ત્યાં સુધીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 86 રન પર પહોંચી હતી જેમાં ડેવોન કોનવે 50 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં ચેન્નાઈની ટીમને 87ના સ્કોર પર પહેલો ફટકો ઋતુરાજ ગાયકવાડના રૂપમાં લાગ્યો હતો, જે કમનસીબે કનવેના સ્ટ્રેટ ડ્રાઈવ શોટ પર રનઆઉટ થયો હતો. આ મેચમાં ગાયકવાડના બેટમાં 30 બોલમાં 35 રનની ઇનિંગ જોવા મળી હતી.