IPL 2023 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 14 રને હરાવ્યું, આ સાથે જ મુંબઇએ આ સિઝનની સતત ત્રીજી જીત હાંસલ કરી લીધી છે. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને મેચ જીતવા માટે 193 રનનો ટાર્ગેટ હતો, પરંતુ એડન માર્કરામની ટીમ 19.5 ઓવરમાં 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, અને ટીમને 14 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલા કેમેરોન ગ્રીને આ મેચમાં જબરદસ્ત બેટિંગ કરી હતી. તેને 40 બૉલમાં સૌથી વધુ 64 રન બનાવ્યા હતા. વળી, તિલક વર્માએ 17 બૉલમાં 37 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જોકે, આ જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સને પૉઈન્ટ ટેબલમાં જોરદાર ફાયદો થયો છે.


મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ પૉઈન્ટ ટેબલમાં થયો ફેરફાર  
આ જીત બાદ રોહિત શર્માની આગેવાની વાળી મુંબઈ ઈન્ડિયન્સ પૉઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સના 5 મેચમાં 6 પૉઈન્ટ છે. જોકે ટોપ-4માં કોઈ ફેરફાર થયો નથી. રાજસ્થાન રૉયલ્સની ટીમ 8 પૉઈન્ટ સાથે ટોપ પર છે. વળી, આ પછી લખનઉ સુપર જાયન્ટ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો નંબર આવે છે. લખનઉ સુપર જાયન્ટ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમાંકે છે. જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના 6-6 પૉઈન્ટ છે.


કોલકાતા નાઈટ રાઈડર્સ પૉઈન્ટ ટેબલમાં સાતમા નંબરે સરકી - 
હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પૉઈન્ટ ટેબલમાં સાતમા નંબરે સરકી ગઈ છે. વળી, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર આઠમા નંબરે છે. આ ઉપરાંત સનરાઈઝર્સ હૈદરાબાદ નવમા નંબરે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ઉપરાંત રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને સનરાઈઝર્સ હૈદરાબાદના 4-4 પૉઈન્ટ છે. વળી, દિલ્હી કેપિટલ્સની ટીમ પૉઇન્ટ ટેબલમાં છેલ્લા નંબર પર છે. ખરેખરમાં, દિલ્હી કેપિટલ્સ સિઝનની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી 5 મેચ રમી છે, પરંતુ પાંચેયવાર હારનો સામનો કરવો પડ્યો છે.