MI vs SRH Live Score: મુંબઈ ઈન્ડિયન્સે 4 વિકેટે મેચ જીતી, વિલ જેક્સનું બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન

MI vs SRH Live Score IPL 2025: વાનખેડેમાં હાઈ સ્કોરિંગ મેચની શક્યતા, થોડી વારમાં શરૂ થશે મુકાબલો, જાણો લાઈવ અપડેટ્સ.

gujarati.abplive.com Last Updated: 17 Apr 2025 11:31 PM

બ્રેકગ્રાઉન્ડ

Mumbai Indians vs Sunrisers Hyderabad IPL 2025 Match 33: IPL 2025ની રોમાંચક સફરમાં આજે વધુ એક ધમાકેદાર મુકાબલો ખેલાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આ...More

MI vs SRH Live Score: મુંબઈએ હૈદરાબાદને 4 વિકેટે હરાવ્યું

IPL 2025ની રોમાંચક 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 4 વિકેટે પરાજય આપ્યો હતો. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા, જેને મુંબઈએ 19મી ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.


મુંબઈની જીતમાં રેયાન રિકલ્ટે 31, રોહિત શર્માએ 26 અને વિલ જેક્સે મહત્વપૂર્ણ 36 રનનું યોગદાન આપ્યું હતું. સૂર્યકુમાર યાદવે પણ 26 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 21 રનનું યોગદાન આપ્યું હતું. તિલક વર્મા 17 રન બનાવીને અણનમ રહ્યા હતા.


હૈદરાબાદ તરફથી બોલિંગમાં પેટ કમિન્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા.


આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની સાત મેચમાં આ ત્રીજી જીત છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની આ પાંચમી હાર છે. મુંબઈના હોમ ગ્રાઉન્ડ પર મળેલી આ જીત ટીમના મનોબળને વધારશે.