IPL Auction 2025, Mohammed Siraj Price: ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે 12.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આશ્ચર્યની વાત એ રહી કે તેમની જૂની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે RTMનો ઉપયોગ ન કર્યો. આરસીબીએ સિરાજને રિલીઝ કરી દીધો હતો. પરંતુ એવું માનવામાં આવતું હતું કે આરસીબી સિરાજને આરટીએમ હેઠળ લઈ લેશે.
સિરાજ ગયા સીઝન સુધી આરસીબીની ટીમનો ભાગ હતા. જોકે, ફ્રેન્ચાઈઝીએ તેમને ઓક્શન પહેલા રિલીઝ કરી દીધા હતા. હવે સિરાજ એક નવી ટીમમાં જોવા મળશે. સિરાજને ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો છે. ગુજરાતે સિરાજને 12.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સિરાજને મિચેલ સ્ટાર્ક કરતાં વધારે રકમ મળી છે.
મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના કગિસો રબાડાને ગુજરાત ટાઈટન્સે 10.75 કરોડમાં ખરીદ્યો. ગયા વર્ષે સૌથી મોંઘા રહેલા મિચેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે 11.75 કરોડમાં ખરીદ્યો. હવે સિરાજ પણ 10 કરોડથી વધુમાં વેચાયા છે. આ બધા સ્ટાર ફાસ્ટ બોલરોને 15 કરોડથી ઓછી રકમમાં ખરીદવામાં આવ્યા છે. સિરાજ અત્યાર સુધીના સૌથી મોંઘા ફાસ્ટ બોલર છે. તેમને શમી, સ્ટાર્ક અને રબાડા કરતાં વધારે રકમ મળી છે.
પંજાબ કિંગ્સે મચાવી છે ધમાલ
પંજાબ કિંગ્સે અત્યાર સુધી આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં 3 ખેલાડીઓ ખરીદ્યા છે. આ ખેલાડીઓના નામ અર્શદીપ સિંહ, શ્રેયસ અય્યર અને યુઝવેન્દ્ર ચહલ છે. આ 3 ખેલાડીઓ પર પંજાબે 62.75 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. પંજાબના પર્સમાં હજુ પણ 47.75 કરોડ રૂપિયા બચ્યા છે. હરાજી પહેલા PBKS શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહને પહેલેથી જ રિટેન કરી ચૂકી છે. પંજાબની ટીમમાં શ્રેયસ અય્યર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ જેવા ત્રણ હાઈ પ્રોફાઈલ ખેલાડીઓનું આવવું તેને આગામી સીઝનની ટોપ ટીમ બનાવી રહ્યું હશે.
આ પણ વાંચોઃ
IPL Auction 2025: IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો