Mumbai Indians next captain: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની કેપ્ટનશીપનો મુદ્દો સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક સમાચાર આગની જેમ ફેલાઈ રહ્યા છે કે સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ફ્રેન્ચાઈઝીને સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેને કેપ્ટન નહીં બનાવવામાં આવે તો તેને ટીમમાંથી રિલીઝ કરી દેવામાં આવે. જોકે, આ દાવાઓની સત્યતા તપાસવી જરૂરી છે, કારણ કે આ અહેવાલો પાછળ કોઈ આધારભૂત સ્ત્રોત નથી અને તે માત્ર વ્યૂઝ મેળવવા માટે ફેલાવવામાં આવેલી અફવા હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

હાર્દિક પંડ્યાના ટીમ છોડવાની અટકળો

નોંધનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 માટે પોતાના સફળ કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો. પરંતુ હાર્દિકના નેતૃત્વમાં ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. હવે, 19 મી સીઝન એટલે કે IPL 2027 ની તૈયારીઓ શરૂ થાય તે પહેલાં જ એવા અહેવાલો આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહેવા માંગતો નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક ટ્રેડ ડીલ (Trade Deal) મારફતે મુંબઈ છોડીને અન્ય ટીમમાં સામેલ થઈ શકે છે અને મુંબઈ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી શકે છે.

Continues below advertisement

સૂર્યકુમાર યાદવના નામે વાયરલ થયેલો દાવો શું છે?

આ અટકળો વચ્ચે સોશિયલ મીડિયા પર સૂર્યકુમાર યાદવના નામે એક મેસેજ ભારે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, "સૂર્યકુમાર યાદવે આકાશ અંબાણીને સીધું અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે જો તેઓ તેને કેપ્ટન બનાવવા નથી માંગતા, તો તેને ટીમમાંથી કાઢી મૂકવો જોઈએ." વધુમાં એવું પણ કહેવાયું છે કે આકાશ અંબાણીએ તેની આ શરત સ્વીકારી લીધી છે અને સૂર્યકુમાર મુંબઈનો આગામી કેપ્ટન બનવા જઈ રહ્યો છે, જેના પરિણામે તેણે મુંબઈ ઈન્ડિયન્સના સોશિયલ મીડિયા પેજને ફરીથી ફોલો કરવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન

શું છે આ દાવાનું સાચું સત્ય?

અમારી તપાસ અને સત્તાવાર માહિતી અનુસાર, સૂર્યકુમાર યાદવે ક્યારેય આવું કોઈ નિવેદન આપ્યું નથી કે ન તો તેણે કોઈ અલ્ટીમેટમ આપ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે પણ સૂર્યકુમારને કેપ્ટન બનાવવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં સૂર્યાએ ક્યારે અને ક્યાં આ નિવેદન આપ્યું તેનો કોઈ આધારભૂત સ્ત્રોત દર્શાવવામાં આવ્યો નથી.

હકીકતમાં, આ દાવો સંપૂર્ણપણે નકલી (Fake) અને કાલ્પનિક છે. IPL 2026 પૂરી થયા પછી કેટલાક સોશિયલ મીડિયા પેજ અને યુઝર્સ માત્ર વ્યૂઝ અને ફોલોઅર્સ મેળવવા માટે આવા કાલ્પનિક દાવાઓ ફેલાવી રહ્યા છે. ક્રિકેટ ચાહકોને સલાહ આપવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર ફરતી આવી પાયાવિહોણી પોસ્ટ્સ પર બિલકુલ વિશ્વાસ ન કરવો અને સત્તાવાર જાહેરાતોની જ રાહ જોવી.

આ પણ વાંચોઃ MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?