Pat Cummins Make History In DC vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે આ IPL ટુર્નામેન્ટમાં એવો કમાલ કર્યા છે જે આ 18 વર્ષમાં કોઈ કેપ્ટન કરી શક્યો નથી. પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ દિલ્હી કેપિટલ્સ સામે જોરદાર બોલિંગ કરી રહી છે. આ મેચમાં, કેપ્ટન પેટ કમિન્સ પોતે SRH ની બોલિંગને મજબૂત બનાવી રહ્યો છે.
પેટ કમિન્સે ઇતિહાસ રચ્યો
IPLની આ 18મી સીઝનમાં પેટ કમિન્સે ઇતિહાસ રચ્યો છે. પાવર પ્લેમાં જ પેટ કમિન્સે દિલ્હી કેપિટલ્સની ત્રણ વિકેટ ઝડપી હતી. કમિન્સ આવું કરનાર પ્રથમ બોલિંગ કેપ્ટન બન્યો છે. IPLના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ કેપ્ટને આ સિદ્ધિ મેળવી નથી. પેટ કમિન્સે પાવરપ્લેમાં ત્રણ ઓવર ફેંકી અને ત્રણેય ઓવરના પહેલા બોલ પર દિલ્હીના બેટ્સમેનોને પેવેલિયન પાછા મોકલી દીધા હતા.
પોઈન્ટ ટેબલમાં SRH નું સ્થાન શું છે ?
સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ હાલમાં IPLમાં સારી સ્થિતિમાં નથી. આ ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હૈદરાબાદ અત્યાર સુધીમાં 10 મેચ રમી ચૂક્યું છે, જેમાં ટીમને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. SRH ટીમ ફક્ત ત્રણ મેચ જીતી શકી છે. આ 3 મેચ જીતીને હૈદરાબાદની ટીમને 6 પોઈન્ટનો ફાયદો થયો છે.
હૈદરાબાદ પાસે દિલ્હી સામેની મેચ સહિત કુલ ચાર મેચ બાકી છે. જો SRH ચારેય મેચ જીતી જાય તો પણ તેને ફક્ત 14 પોઈન્ટ જ મળશે. આ વર્ષની IPL સીઝન જોતાં એવું લાગે છે કે પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે હૈદરાબાદને 16 પોઈન્ટની જરૂર છે. IPLમાં આવી 4 ટીમો રહી છે, જેમણે 14 કે તેથી વધુ પોઈન્ટ મેળવ્યા છે. હાલ તો પોઈન્ટ ટેબલ જોતા લાગી રહ્યું છે કે સનરાઈઝર્સ હૈદરબાદ આઈપીએલ 2025ની પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે.
આઈપીએલ 2025માં 54 મેચ થઈ ચૂકી છે, પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કઈ 4 ટીમ પ્લેઓફમાં પહોંચશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 16 પોઇન્ટ છે. આરસીબીના ભલે 16 પોઇન્ટ હોય, પરંતુ જ્યારે રન-રેટની વાત કરવામાં આવે તો તે મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સથી પાછળ રહી જશે.