મુંબઇઃ આજે ચેન્નઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઇપીએલની મેચ રમાશે. આઇપીએલમાં અત્યાર સુધીમાં ચેન્નઇ સુપરકિંગ્સનું પ્રદર્શન કાંઇ ખાસ રહ્યું નથી. ચેન્નઇ અત્યાર સુધીમાં સાતમાંથી બે મેચ જ જીતી શકી છે જ્યારે પંજાબ કિંગ્સ સાત મેચમાંથી ત્રણ મેચમાં જીત હાંસલ કરી શકે છે. પંજાબ આઇપીએલ પોઇન્ટ ટેબલમાં આઠમા સ્થાન પર છે જ્યારે ચેન્નઇ નવમા સ્થાન પર છે. સીઝનમાં 11મી મેચમાં બંન્ને ટીમો ટકરાઇ હતી જેમાં પંજાબે 54 રનથી મેચ જીતી હતી.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ આ સિઝનમાં બોલિંગ કે બેટિંગમાં સારુ પ્રદર્શન કરી શકી નથી. કેપ્ન જાડેજા પણ સારુ પ્રદર્શન કરી શક્યો નથી. છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રણ વિકેટથી મળેલી શાનદાર જીત અને તેમાં ધોનીના સારા પ્રદર્શનથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.
ધોનીએ છેલ્લી ઓવરમાં એક સિક્સર અને બે ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી. ચેન્નઈની નબળી કડી તેમની બોલિંગ રહી છે પરંતુ મુંબઈ સામે તેમના બોલરોએ વધુ સારું પ્રદર્શન કર્યું હતું. ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ ત્રણ વિકેટ ઝડપી હતી. ડ્વેન બ્રાવોએ પણ તેની યોગ્યતા સાબિત કરી. કેપ્ટન જાડેજા બેટ કે બોલથી પ્રભાવિત પ્રદર્શન કરી શક્યો નથી. શ્રીલંકાના સ્પિનર મહિષ તિક્ષણાએ સારી બોલિંગ કરી છે.
યુવા બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સ સામે 73 રન સિવાય સારો દેખાવ કરી શક્યો નથી. ઓલરાઉન્ડર મોઈન અલી અને શિવમ દુબેએ સારુ પ્રદર્શન કરવું પડશે.
બીજી તરફ દિલ્હી કેપિટલ્સે પંજાબને નવ વિકેટે હરાવ્યું હતું. પંજાબના બેટ્સમેન સતત સારું પ્રદર્શન કરી રહ્યા નથી. શિખર ધવન, મયંક અગ્રવાલ અને શાહરૂખ ખાન સારો દેખાવ રહ્યો નથી. બોલિંગમાં પંજાબ પાસે કગીસો રબાડા છે જ્યારે અર્શદીપ સિંહ પણ ફોર્મમાં છે. વૈભવ અરોરાએ વધુ સારું પ્રદર્શન કરવું પડશે.
ચેન્નઇ સુપરકિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ડ્વેન પ્રિટોરિયસ, ડ્વેન બ્રાવો, મિશેલ સેટનર, મહેશ તિક્ષણા, મુકેશ ચૌધરી
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
મયંક અગ્રવાલ, શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, શાહરૂખ ખાન, કગિસો રબાડા, નાથન એલિસ, રાહુલ ચહર, વૈભર અરોરા, અર્શદીપ સિંહ