IPL 2023માં આજે પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ આમને-સામને થશે. બંને વચ્ચેની આ મેચ પંજાબ ક્રિકેટ એસોસિયેશનના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે, જે પંજાબનું હોમ ગ્રાઉન્ડ છે. લખનઉ તેમની છેલ્લી મેચ હારી ગયું હતું, જ્યારે પંજાબે મુંબઈ સામે જીત નોંધાવી હતી. આવી સ્થિતિમાં પંજાબનું તેના વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરવું નિશ્ચિત છે. જોકે ટીમ બોલિંગમાં ફેરફાર કરી શકે છે. લખનઉમાં પણ કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.


ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં 135 રનનો પીછો કરતા લખનઉનો પરાજય થયો હતો. આવી સ્થિતિમાં બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને ટીમમાં સામેલ કરી શકાય છે. તેના સ્થાને કાયલ મેયર્સને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકાય છે. આ મોટો બદલાવ લખનઉમાં જોવા મળી શકે છે. જો કે, મેયર્સ ટીમની પ્રભાવિત ખેલાડીઓની વ્યૂહરચનામાં સામેલ થઈ શકે છે.


વર્તમાન સીઝનની વાત કરીએ તો લખનઉ સુપર જાયન્ટ્સને તેમના ઘરે બે વિકેટથી હરાવનાર કિંગ્સનો હાથ ઉપર છે. મોહાલીમાં રમાયેલી છેલ્લી બે મેચમાં કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો છે. જો કે, મુંબઈ ઈન્ડિયન્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવીને પરત ફરેલી ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીત નોંધાવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા પર નજર રાખશે.


પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન લખનઉ સુપરજાયન્ટ્સ સામે વાપસી કરે તેવી શક્યતા છે. ખભાની ઈજાને કારણે ધવન છેલ્લી ત્રણ મેચમાં રમી શક્યો ન હતો, પરંતુ હવે તે ફિટ દેખાઈ રહ્યો છે. પ્રભસિમરન, મેથ્યુ શોર્ટ અને લિવિંગસ્ટને પણ જવાબદારીપૂર્વક રમવું પડશે


મોહાલીમાં રાહુલ ચોક્કસપણે તેના ટીકાકારોને બેટથી જવાબ આપવા માંગશે. કિંગ્સને હરાવવા માટે કાયલ મેયર્સ, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઇનિસ અને કૃણાલ પંડ્યાએ તેમની શ્રેષ્ઠ રમત બતાવવી પડશે. બોલિંગમાં ટીમને માર્ક વુડની ખોટ વર્તાશે. રવિ બિશ્નોઈ અને અવેશ ખાને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.


પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન


અથર્વ તાયડે, પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, જીતેશ શર્મા, હરપ્રીત સિંહ ભાટિયા, ભાનુકા રાજપક્ષ, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર.


લખનઉ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હુડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન , આયુષ બદોની, જયદેવ ઉનડકટ, માર્ક વુડ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.