PBKS vs LSG Live Score: પંજાબ કિંગ્સે LSG ને શાનદાર રીતે હરાવ્યું, અર્શદીપ અને પ્રભસિમરન સિંહ બન્યા હીરો

PBKS vs LSG Live Updates: સાંજે ૭:૩૦ વાગ્યે મેચ શરૂ, લખનૌ પોઈન્ટ ટેબલમાં ૬ઠ્ઠા અને પંજાબ ૪થા ક્રમે, હેડ-ટુ-હેડમાં લખનૌનો પલડો ભારે, જીત માટે બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા.

gujarati.abplive.com Last Updated: 04 May 2025 11:23 PM

બ્રેકગ્રાઉન્ડ

PBKS vs LSG Live Match: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ની ૫૩મી મેચ આજે, શનિવાર, ૪ મેના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે રમાશે. આ મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને લખનૌ સુપર...More

PBKS vs LSG Full Highlights: પંજાબનો પંજો પડ્યો ભારે! લખનૌને ધૂળ ચટાડી પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે ધમાકો!

અર્શદીપ સિંહ અને અઝમતુલ્લાહ ઓમરઝાઈની ઘાતક બોલિંગ અને પ્રભસિમરન સિંહની તોફાની બેટિંગના જોરે પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 37 રનથી કારમી હાર આપી છે. આ જીત સાથે પંજાબ કિંગ્સ આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલમાં સીધું બીજા સ્થાને પહોંચી ગયું છે.


લખનૌને જીતવા માટે 237 રનનો જંગી લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ અર્શદીપ સિંહે પોતાની ચાર ઓવરમાં માત્ર 16 રન આપીને ત્રણ મહત્વની વિકેટો ઝડપી પાડી હતી. બીજી તરફ, ઓમરઝાઈએ પણ ચાર ઓવરમાં 33 રન આપીને બે વિકેટો પોતાના નામે કરી હતી. આ શાનદાર બોલિંગના કારણે પંજાબ લખનૌને 20 ઓવરમાં માત્ર 199 રન સુધી સીમિત રાખવામાં સફળ રહ્યું હતું.


લખનૌ તરફથી આયુષ બદોનીએ લડાયક 74 રનની ઇનિંગ રમી હતી, જ્યારે અબ્દુલ સમદે પણ 45 રનનું યોગદાન આપ્યું હતું. જો કે, તેમની આ ઇનિંગ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહી હતી.


આ પહેલા, પંજાબ કિંગ્સે પ્રભસિમરન સિંહની 48 બોલમાં 91 રનની તોફાની ઇનિંગના આધારે લખનૌને 237 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયરે પણ 45 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. લખનૌના બોલરોમાં આકાશ સિંહ અને દિગ્વેશ રાઠીએ બે-બે વિકેટ લીધી હતી.