PBKS vs MI, IPL 2023 : પંજાબને હરાવી મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર જીત

પંજાબ અને મુંબઈ વચ્ચે આઈપીએલમાં કુલ 30 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 15-15 જીત સાથે બરાબરી પર છે. જ્યારે પંજાબ ક્રિકેટ એસોસિએશન IS બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલીમાં બંને વચ્ચે 10 મેચ રમાઈ છે. .

gujarati.abplive.com Last Updated: 03 May 2023 11:10 PM
મુંબઈ ઈન્ડિન્સની શાનદાર જીત

ડેવિડના 10 બોલમાં 19 અને તિલક વર્માના 10 બોલમાં 26 રન. 18.5 ઓવરમાંં જ મેળવી જીત.  

મેચ રસપ્રદ તબક્કામાં

મુંબઈને જીતવા માટે 12 બોલમાં બાર રનની જરૂર તો પંજાબને વિકેટની. 

મુંબઈને વધુ એક સફળતા

ઈશાન કિશન પણ આઉટ. 41 બોલમાં 75 રન બનાવી આઉટ.મુંબઈને ચોથી સફળતા.

પંજાબને મોટી સફળતા

સુર્યકુમાર યાદવ 31 બોલમાં 66 રન બનાવી આઉટ. મુંબઈને ત્રીજો ઝાટકો. 

મુંબઈ ઈન્ડિયન્સનો 15 ઓવરનો સ્કોર

15 ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 2 વિકેટના નુકશાને 170 રન. 

સુર્યા અને ઈશાનની કમાલ

સુર્યકુમાર યાદવ અને ઈશાન કિશન વચ્ચે માત્ર 52 બોલમાંં 100 રનની ભાગીદારી. 


 

10 ઓવર પછી 91 રન

10 ઓવર પછી, મુંબઈ ઈન્ડિયન્સ 2 વિકેટના નુકસાને 91 રનના સ્કોર સુધી પહોંચી છે. ઈશાન કિશન 43 અને સૂર્યાએ ઝડપી બેટિંગ કરીને 20 રને પહોચ્યો હતો.

6 ઓવરમાં 54 રનમાં 2



મુંબઈ ઈન્ડિયન્સને છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર મોટો ફટકો પડ્યો. કેમેરોન ગ્રીન નાથન એલિસની બોલ પર સિક્સ મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. ગ્રીને 18 બોલમાં 23 રન બનાવ્યા હતા. હવે સૂર્યકુમાર યાદવ આવ્યો છે.






 

ત્રણ ઓવર પછી સ્કોર 23

ત્રીજી ઓવરમાં માત્ર બે રન જ આવ્યા હતા. ઋષિ ધવને ફરી એકવાર શાનદાર બોલિંગ કરી. 3 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર એક વિકેટે 23 રન છે.

મુંબઈને પહેલી જ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો

મુંબઈને પહેલી જ ઓવરમાં મોટો ફટકો લાગ્યો છે. રોહિત શર્મા શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો છે.

પંજાબના 214 રન

પંજાબે 3 વિકેટે બનાવ્યા 214 રન. મુંબઈ ઈન્ડિયન્સને 215 રનનો ટાર્ગેટ. 

પંજાબના 200

પંજાબની ટીમનો સ્કોર 3 વિકેટે 200 રનની પાર. લિવિંગસ્ટન અને જિતેશ શર્માની ધમાકેદાર ઈનિંગ. 

લિવિંંગસ્ટનનો ધડાકો

પંજાબના લિવિંગસ્ટને ફટકારી શાનદાર અડધી સદી, 17 ઓવરમાં 3 વિકેટે પંજાબનો સ્કોર 173 રનને પાર. 

પંજાબનો સ્કોર 100 રનને પાર

પંજાબનો સ્કોર 12 ઓવરમાં 100 રનને પાર. 3 વિકેટ પડી. 

પંજાબની ત્રીજી વિકેટ પડી

મેથ્યુ શોર્ટ આઉટ. મેથ્યુ શોર્ટ પિયુષ ચાવલાએ કર્યો બોલ્ડ. શોર્ટે 26 બોલમાં 27 રન બનાવ્યા હતા.

9 ઓવર બાદ પંજાબના 2 વિકેટે 71 રન

9 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 71 રન થઈ ગયો છે. મેથ્યુ શોર્ટ 23 રન બનાવીને મક્કમ છે. આ સાથે જ લિયામ લિવિંગસ્ટોને 5 બોલમાં 5 રન.

પંજાબને પહેલો ઝાટકો

પીયૂષ ચાવલાએ મુંબઈને બીજી સફળતા અપાવી. શિખર ધવન 20 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો.

શિખર ધવન અને પ્રભસિમરન સિંહ ઓપનિંગમાં

શિખર ધવન અને પ્રભસિમરન સિંહની જોડી ઓપનિંગ શરૂઆત માટે ઉતરી મેદાનમાં. મેશ શરૂ. 

રોહિત શર્માએ જીત્યો ટોસ

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ બાદ રોહિતે કહ્યું કે, તેણે શિખર ધવનને પૂછ્યું હતું કે તે શું કરશે? ધવને કહ્યું બોલિંગ. એટલા માટે મેં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

પંજાબ પ્લેઈંગ ઈલેવન

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન - પ્રભસિમરન સિંહ, શિખર ધવન (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કુરાન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, તિલક વર્મા, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ, અરશદ ખાન.

બ્રેકગ્રાઉન્ડ

PBKS vs MI Live : આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને ટકરાઈ રહી છે. આ મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ સિઝનની શરૂઆતમાં જ્યારે આ બંને ટીમો સામસામે હતી ત્યારે પંજાબ કિંગ્સનો વિજય થયો હતો.


પંજાબ વિ મુંબઈ સામસામે


પંજાબ અને મુંબઈ વચ્ચે આઈપીએલમાં કુલ 30 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 15-15 જીત સાથે બરાબરી પર છે. જ્યારે પંજાબ ક્રિકેટ એસોસિએશન IS બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલીમાં બંને વચ્ચે 10 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 5-5 જીત સાથે બરાબરી પર છે.


પિચ રિપોર્ટ


પંજાબ અને મુંબઈ વચ્ચેની આ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પીચ ઝડપી બોલરો માટે ઘણી મદદગાર સાબિત થાય છે. ઝડપી બોલરોને પણ સ્વિંગ જોવા મળે છે. IPL 2023માં અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમો જીતી છે. આવી સ્થિતિમાં અહીં ટોસ મહત્વની ભૂમિકા ભજવશે અને ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.