IPL 2023, Punjab Kings vs Royal Challengers Bangalore: આઇપીએલમાં આજે બે મેચો રમાશે, આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 27મી મેચમાં આજે પંજાબ કિંગ્સની ટક્કર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે થવાની છે. આ મેચ પંજાબના હૉમ ગ્રાઉન્ડ મોહાલીમાં રમાશે. આ મેચથી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમ જીતના પાટા પર પરત ફરવા માટે મેદાનમાં ઉતરશે. ગઇ મેચમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સના હાથે 8 રનથી હારથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજીબાજુ શિખર ધવનની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ જીત્યા બાદ ફૉર્મમાં છે. આવામાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. આ ઉપરાંત બંને ટીમોમાં કેટલાક એવા ખેલાડીઓ છે, જેમની વચ્ચે મેચ દરમિયાન રોમાંચક સ્પર્ધા જોવા મળશે. ખાસ વાત છે કે, બેંગ્લૉરના એ બેટ્સમેનો માટે આજે રબાડા ખતરો બની શકે છે..... 

કગિસો રબાડા Vs વિરાટ કોહલી - રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરનો બેટ્સમેન વિરાટ કોહલી પંજાબના ફાસ્ટ બૉલર કાગિસો રબાડા સામે સંઘર્ષ કરી રહ્યો છે. પંજાબ સામેની મેચમાં બંને વચ્ચે રોમાંચક જંગ જોવા મળી શકે છે. રબાડાએ ટી20 ક્રિકેટમાં ચાર વખત વિરાટને આઉટ કર્યો છે.

કાગિસો રબાડા Vs દિનેશ કાર્તિક - રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરનો ફિનિશર દિનેશ કાર્તિક પણ કાગિસો રબાડા સામે કંઈ ખાસ કમાલ નથી કરી શક્યો. રબાડાએ ચાર વખત કાર્તિકને આઉટ કર્યો છે.

કાગિસો રબાડા Vs ફાફ ડુ-પ્લેસીસ - રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન ફાફ ડુ-પ્લેસીસ પંજાબના બૉલર કાગિસો રબાડા સામે સંઘર્ષ કરી રહ્યો છે. રબાડાએ ત્રણ વખત ડુ-પ્લેસીસને આઉટ કર્યો છે.

કાગિસો રબાડા Vs ગ્લેન મેક્સવેલ - પંજાબ કિંગ્સના ફાસ્ટ બૉલર કાગિસો રબાડા પણ આરસીબીના ખતરનાક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ પર ભારે પડી શકે છે. તેને મેક્સવેલને ત્રણ વખત આઉટ કર્યો છે.

પંજાબનો મજબૂત રેકોર્ડ - પંજાબ કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની છેલ્લી 6 મેચના પરિણામ જોઇએ તો, પંજાબનો આરસીબી સામે મજબૂત રેકોર્ડ છે. પંજાબે બેંગ્લૉર સામેની છેલ્લી 6 મેચમાંથી 5માં જીત મેળવી છે.

RCBનો મજબૂત પક્ષ - ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની સૌથી મજબૂત બાજુ તેની ફિલ્ડિંગ રહી છે. આ દરમિયાન RCB ટીમે શાનદાર ફિલ્ડિંગ કરતા 28માંથી 26 કેચ પકડ્યા છે.