Livingstone's Double Scoop Shot: IPL 15માં પંજાબ કિંગ્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. આ મેચમાં પોતાની 360 ડિગ્રી બેટિંગ માટે પ્રખ્યાત લિયામ લિવિંગસ્ટોને બધાનું ધ્યાન ખેંચ્યું છે. હૈદરાબાદ સામેની મેચમાં તેના સ્કૂપ શોટનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સ્કૂપ શોટનો વીડિયો વાયરલઃ
પંજાબના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને 5મી ઓવરના બીજા બોલ પર સ્કૂપ શોટ રમ્યો હતો અને બોલ બાઉનડ્રી પાર 4 રન માટે ગયો હતો. જોકે તે આ શોટ ચૂકી ગયો હતો. આ પછી, તેણે તે જ ઓવરના ચોથા બોલ પર ફરીથી સ્કૂપ શોટ રમ્યો. આ શોટ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો અને લિવિંગસ્ટોનને વધુ 6 રન મળ્યા. આ ઓવર સાઉથ આફ્રિકાના નવા સ્ટાર જાનસેન કરી રહ્યો હતો. લિવિંગસ્ટોનની બેટિંગનો પણ તેની પાસે કોઈ જવાબ નહોતો.




જરૂરિયાતના સમયે ફિફ્ટી મારીઃ
પ્રથમ બેટિંગ કરવા આવતા પંજાબની શરૂઆત ખાસ રહી ન હતી. ટીમના ઓપનર ધવન અને પ્રભસિમરન સિંહ વધુ રન નહોતા બનાવી શક્યા અને જલ્દી જ આઉટ થઈ ગયા હતા. તેમના આઉટ થયા બાદ ચાહકોને જોની બેરસ્ટો પાસેથી ઘણી અપેક્ષા હતી પરંતુ તે પણ માત્ર 12 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. 


તેના પછી બેટિંગ કરવા આવેલા જીતેશ શર્મા પણ 11 રન બનાવીને આઉટ થયો હતો. જીતેશ શર્મા આઉટ થયા પછી, લિવિંગસ્ટોને શાહરૂખ ખાન સાથે ટીમની કમાન સંભાળી. બંનેએ અડધી સદીની ભાગીદારી કરી હતી. આ સિવાય લિવિંગસ્ટોને પોતે પણ આ સિઝનની બીજી અડધી સદી ફટકારી હતી. તેની આ ઇનિંગના કારણે પંજાબ મજબૂત સ્કોર તરફ આગળ વધી શક્યું હતું.