ravindra jadeja rr captain: ક્રિકેટ રસિયાઓમાં અત્યારથી જ IPL 2026 નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં રાજસ્થાન રોયલ્સ (RR) ટીમ હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. ટીમમાં નેતૃત્વ પરિવર્તનને લઈને અનેક અટકળો ચાલી રહી છે. સંજુ સેમસન સાથેના ટ્રેડ ડીલ (Trade Deal) બાદ ટીમમાં જોડાયેલા સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને હવે ટીમના નવા કેપ્ટન (Captain) બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
જોકે યશસ્વી જયસ્વાલ (yashasvi jaiswal) અને રિયાન પરાગના (riyan parag) નામો પણ ચર્ચામાં હતા, પરંતુ ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. રાજસ્થાન રોયલ્સે જાડેજાનો ફોટો શેર કરીને તેને 'થલાપતિ' એટલે કે કમાન્ડર (Commander) ગણાવ્યા છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી સિઝનમાં રવિન્દ્ર જાડેજા ટીમના સુકાની તરીકે જોવા મળી શકે છે. નોંધનીય છે કે જાડેજાએ આ ટીમમાં જોડાવા માટે મોટો આર્થિક ત્યાગ પણ કર્યો છે; ચેન્નાઈ સુપર કિંગ્સમાં તેમને ₹18 કરોડ મળતા હતા, જ્યારે રાજસ્થાન રોયલ્સમાં તેઓ ₹14 કરોડ માં જોડાયા છે, એટલે કે તેમણે સીધું ₹4 કરોડ નું નુકસાન વેઠીને પણ ટીમમાં મહત્વની ભૂમિકા સ્વીકારી છે.
બીજી તરફ, રાજસ્થાન રોયલ્સના (Rajasthan Royals) ચાહકો માટે મેદાનને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ, આગામી સિઝનમાં ટીમનું હોમ ગ્રાઉન્ડ (Home Ground) જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ નહીં પણ પુણે હોઈ શકે છે. આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA) અને ફ્રેન્ચાઇઝી વચ્ચેનો આંતરિક વિવાદ માનવામાં આવે છે. વિવાદ ત્યારે વકર્યો જ્યારે RCA ના એક અધિકારીએ ટીમ પર મેચ ફિક્સિંગ (Match Fixing) જેવા ગંભીર અને પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા, જેને ટીમે સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. હાલમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે અને પુણેને નવું હોમ ગ્રાઉન્ડ જાહેર કરવામાં આવે તેવી વકી છે. આ ઉપરાંત, ગુવાહાટીનું બારાસપારા સ્ટેડિયમ પણ ટીમનું બીજું હોમ ગ્રાઉન્ડ બની શકે છે, જે અંગેની સત્તાવાર જાહેરાત (Announcement) ટૂંક સમયમાં કરવામાં આવશે.