Rajasthan Royals vs Chennai Super Kings Match Preview: IPL 2025માં આજે બે મોટી મેચો રમાશે. પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે, જ્યારે બીજી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.  અહીં જાણો રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચેની મેચની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વિશે.  

આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ બે મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન ચેન્નાઈએ એક મેચ જીતી છે અને એક મેચ હારી છે. સીએસકેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી હરાવ્યું હતું. જ્યારે રાજસ્થાન રોયલ્સ હજુ સુધી IPL 2025માં જીતનું ખાતું ખોલાવી શકી નથી. રાજસ્થાનને તેની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ રાજસ્થાનનું હોમ ગ્રાઉન્ડ છે. જો કે આ મેદાન પર પણ રાજસ્થાનની ટીમ જીતી શકી ન હતી. આ મેદાન પર કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાનને હરાવ્યું હતું.

બારસપારા ક્રિકેટ સ્ટેડિયમ પીચ રિપોર્ટ

ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમની પીચ બોલરો માટે મદદરૂપ છે. અહીં બોલ જૂનો થયા પછી અટકીને આવે  છે. આવી સ્થિતિમાં આ મેદાન પર મોટો સ્કોર બનાવવો ઘણો મુશ્કેલ છે. લક્ષ્યાંકનો પીછો કરવો અહીં વધુ સારું માનવામાં આવે છે. જો કે, જો ટીમ પ્રથમ રમત બાદ 175 પ્લસ સ્કોર કરે છે, તો લક્ષ્યાંકનો પીછો કરવો પણ મુશ્કેલ બની શકે છે.

મેચ પ્રિડિક્શન 

અમારું મેચ પ્રિડિક્શન મીટર કહી રહ્યું છે કે આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો હાથ ઉપર છે. રાજસ્થાનની સરખામણીમાં ચેન્નાઈની ટીમ વધુ સંતુલિત લાગે છે. ટાર્ગેટનો પીછો કરતી ટીમની જીતવાની વધુ તકો હોય છે.

રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન - યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, રિયાન પરાગ (કેપ્ટન), નીતીશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરન હેટમાયર, શુભમ દુબે, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષણા, તુષાર દેશપાંડે અને કુમાર કાર્તિકેય/સંદીપ શર્મા

ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન- રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), શિવમ દુબે, દીપક હુડા/વિજય શંકર, સેમ કરન, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), આર અશ્વિન, નૂર અહેમદ, ખલીલ અહેમદ અને મથિશા પથિરાના.