RCB vs CSK IPL 2024: શનિવારે સાંજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક સાબિત થશે. જો CSK જીતશે તો તે IPL 2024ના પ્લેઓફમાં પહોંચી જશે. જો આરસીબી જીતે છે તો તેના માટે એક સંભાવના બની શકે છે. પરંતુ તેણે મોટા માર્જિનથી જીતવું પડશે. આ મેચ દરમિયાન વરસાદની સંભાવના હતી, પરંતુ હવે બેંગ્લોરથી એક સારા સમાચાર આવ્યા છે.
વાસ્તવમાં બેંગ્લુરુંમાં હવામાન હમણાં જ સાફ થઈ ગયું છે. અત્યારે ત્યાં સૂર્ય ચમકી રહ્યો છે. જો હવામાન સ્વચ્છ રહેશે તો મેચ સમયસર શરૂ થશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, RCB અને CSK વચ્ચેની મેચ દરમિયાન વરસાદની સંભાવના છે, આ સિઝનની કેટલીક મેચો વરસાદને કારણે પ્રભાવિત થઈ છે. આવી સ્થિતિમાં મેચ રદ્દ કરવી પડી હતી.
જો બેંગ્લુરું અને ચેન્નાઈ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થશે તો તેનો ફાયદો CSKને મળશે. જો મેચ રદ થાય છે, તો બંને ટીમોને 1-1 પૉઈન્ટ મળશે. ચેન્નાઈના હાલ 14 પૉઈન્ટ છે. તે 1 પોઈન્ટ મેળવતા જ તેના 15 પોઈન્ટ થઈ જશે અને તે પ્લેઓફ માટે ક્વૉલિફાય થઈ જશે. જ્યારે RCB પાસે હાલમાં માત્ર 12 પોઈન્ટ છે.
RCB પાસે ઘણા મહાન ખેલાડીઓ છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ટીમનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી ટોચ પર છે. કોહલીએ 13 મેચમાં 661 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી છે. ફાફ ડુ પ્લેસિસે 13 મેચમાં 367 રન બનાવ્યા છે.