KKR vs RCB Live: વરસાદને કારણે કોલકાતા-બેંગલુરુ મેચ રદ; KKR પ્લેઓફમાંથી બહાર, RCB ટેબલ ટોપર બન્યું
KKR vs RCB Live Match Update: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી ૫૮મી IPL મેચ; KKR માટે પ્લેઓફમાં પહોંચવા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ; મેચ રદ થવાથી બંને ટીમોને ૧-૧ પોઈન્ટ મળશે.
gujarati.abplive.com Last Updated: 17 May 2025 10:38 PM
બ્રેકગ્રાઉન્ડ
KKR vs RCB Live Match: IPL ૨૦૨૫ નો પુનઃપ્રારંભ આજે શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની ૫૮મી મેચથી થવાનો હતો, પરંતુ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ...More
KKR vs RCB Live Match: IPL ૨૦૨૫ નો પુનઃપ્રારંભ આજે શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની ૫૮મી મેચથી થવાનો હતો, પરંતુ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ શરૂ થાય તે પહેલા જ વરસાદે વિઘ્ન નાખ્યું છે. ભારે વરસાદના કારણે મેચનો ટોસ સમયસર થઈ શક્યો નથી અને તેમાં વિલંબ થયો છે. 'ઓપરેશન સિંદૂર' પછી IPL ફરી એકવાર શરૂ થઈ રહી છે ત્યારે પહેલી જ મેચ પર વરસાદનો પડછાયો છવાયો છે.બેંગલુરુમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને આજે મેચના દિવસે પણ હવામાન ખરાબ થયું છે, જેના કારણે મેચ નિર્ધારિત સમય પર શરૂ થઈ શકી નથી અને ટોસમાં વિલંબ થયો છે.પોઈન્ટ ટેબલ અને KKR માટે મહત્વપોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, RCB આ સિઝનમાં ૧૧ મેચ રમીને ૮ જીત સાથે બીજા સ્થાને છે. જ્યારે KKR ૧૨ મેચ રમીને ૫ જીત, ૬ હાર અને ૧ ડ્રો સાથે ૧૧ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવા માટે KKR માટે આજની મેચ જીતવી અત્યંત મહત્વપૂર્ણ છે. જો KKR આ મેચ હારી જાય છે કે વરસાદને કારણે રદ થાય છે, તો તેના પ્લેઓફમાં પહોંચવાના રસ્તા મુશ્કેલ બની જશે.મેચ રદ થવાની અસરજો કોલકાતા અને બેંગ્લોર વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો બંને ટીમોને ૧-૧ પોઈન્ટ મળશે. આ સ્થિતિમાં KKR ના ૧૨ પોઈન્ટ થશે. તેમની માત્ર એક મેચ બાકી રહેશે અને છેલ્લી મેચ જીતીને પણ તેમના વધુમાં વધુ ૧૪ પોઈન્ટ થઈ શકશે. હાલની સ્થિતિ જોતાં, ટોચની ૪ ટીમો ૧૪ કે તેથી વધુ પોઈન્ટ ધરાવે છે, તેથી મેચ રદ થવાથી KKR ના પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ પર પાણી ફરી વળી શકે છે. RCB માટે મેચ રદ થવી ઓછી નુકસાનકારક છે, ૧ પોઈન્ટ મળવાથી તેઓ ૧૭ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી શકે છે.હેડ-ટુ-હેડ અને સંભવિત પ્લેઈંગ ઈલેવનIPL ના ઇતિહાસમાં KKR અને RCB ૩૫ વખત ટકરાયા છે, જેમાં KKR ૨૦ વખત અને RCB ૧૫ વખત જીત્યું છે. ચિન્નાસ્વામી મેદાન પર પણ KKR નો રેકોર્ડ સારો છે (૧૨ જીત). જોકે, આ સિઝનમાં પ્લેઓફની રેસમાં RCB KKR કરતાં આગળ છે.કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે/વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા અને વરુણ સીવી. ઇમ્પેક્ટ પ્લેયર - હર્ષિત રાણા.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત પ્લેઇંગ ઇલેવન: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, જેકબ બેથેલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રસિક સલામ/લુંગી એનગીડી અને યશ દયાલ. ઇમ્પેક્ટ પ્લેયર - સુયશ શર્મા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
KKR vs RCB Live: કોલકાતા-બેંગલુરુ મેચ રદ
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. આ મેચ રદ થવાને કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા છે. આ સાથે, RCB ને IPL પોઈન્ટ ટેબલમાં 17 પોઈન્ટ મળ્યા છે અને ટીમ ટેબલમાં ટોચ પર આવી ગઈ છે. જ્યારે કોલકાતાની આશાઓ ઠગારી નીવડી છે. આ સિઝનમાં KKR ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.