RCB vs RR Score Live: ફરી જીતેલી બાજી રાજસ્થાન હારી ગયું, હેઝલવુડે 19મી ઓવરમાં બાજી ફેરવી નાંકી; RCBએ હારી ગયેલી મેચ જીતી લીધી

RCB vs RR Score Live IPL 2025: એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બીજી ટક્કર, પોઈન્ટ ટેબલમાં બંનેની સ્થિતિ અલગ, જાણો કોનું પલડું ભારે અને પિચ રિપોર્ટ.

gujarati.abplive.com Last Updated: 24 Apr 2025 11:46 PM

બ્રેકગ્રાઉન્ડ

Royal Challengers Bengaluru vs Rajasthan Royals: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫માં આજે એક અત્યંત રોમાંચક મેચની અપેક્ષા છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રજત પાટીદારની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)...More

RCB vs RR Live Score: રોમાંચક મેચમાં બેંગ્લોરે રાજસ્થાનને 11 રને હરાવ્યું

બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 11 રને પરાજય આપ્યો હતો.


પ્રથમ બેટિંગ કરતાં બેંગ્લોરે 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતા.


જવાબમાં રાજસ્થાને એક સમયે 9 ઓવરમાં બે વિકેટે 110 રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતું.


જોકે, ત્યારબાદ બેંગ્લોરના બોલરોએ શાનદાર વાપસી કરી હતી, પરંતુ ધ્રુવ જુરેલે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરીને મેચને ફરીથી રોમાંચક બનાવી દીધી હતી.


રાજસ્થાનને જીત માટે છેલ્લા 12 બોલમાં માત્ર 18 રનની જરૂર હતી અને સેટ બેટ્સમેન ધ્રુવ જુરેલ અને શુભમ દુબે ક્રિઝ પર હતા.


પરંતુ જોશ હેઝલવુડે 19મી ઓવરમાં માત્ર એક રન આપીને બે મહત્વની વિકેટ ઝડપીને મેચનું પાસું પલટી નાખ્યું હતું.


હેઝલવુડની શાનદાર બોલિંગના કારણે બેંગ્લોરે હારેલી બાજી 11 રને પોતાના નામે કરી લીધી હતી.