RCB vs SRH Live Score: હૈદરાબાદનો RCB પર શાનદાર વિજય, બેંગ્લોરે છેલ્લી 5 ઓવરમાં 7 વિકેટ ગુમાવી, SRH એ કર્યું ઓલઆઉટ

RCB vs SRH Live Updates: લખનૌના એકાના સ્ટેડિયમમાં ખેલાનારા આ મુકાબલામાં RCB ટોચના સ્થાને પહોંચવા અને SRH સન્માનજનક વિદાય માટે ટકરાશે. જાણો બન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન અને હેડ-ટુ-હેડ રેકોર્ડ.

gujarati.abplive.com Last Updated: 23 May 2025 11:54 PM

બ્રેકગ્રાઉન્ડ

RCB vs SRH Live Match Scorecard: આઈપીએલ 2025ની 65મી લીગ મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. આ મેચ લખનૌના પ્રતિષ્ઠિત...More

RCB vs SRH: હૈદરાબાદનો બેંગ્લોર સામે 42 રનથી ભવ્ય વિજય

સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 42 રનથી હરાવીને એક રોમાંચક મેચ જીતી લીધી છે.  પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 232 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. 


બેંગલુરુની શરૂઆત ખૂબ જ સારી રહી હતી અને તેઓ મજબૂત સ્થિતિમાં જણાતા હતા.  જોકે, મેચના અંતિમ તબક્કામાં RCBની બેટિંગ લાઇનઅપ ધરાશાયી થઈ હતી.  ટીમે છેલ્લી પાંચ ઓવરમાં જ 7 વિકેટ ગુમાવી દીધી હતી,  જેના કારણે તેઓ 189 રનમાં ઓલઆઉટ થઈ ગયા.  આ હાર સાથે, બેંગલુરુની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને સરકી ગઈ છે.  હૈદરાબાદે બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરીને આ વિજય હાંસલ કર્યો હતો.