RCB vs CSK Possible Playing11: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આમને સામને ટકરાશે. આજે એટલે કે 17 એપ્રિલે IPLમાં આ બંને દિગ્ગજો પર પોતપોતાની ટીમોને પૉઈન્ટ ટેબલમાં ઉપર લાવવાની જવાબદારી હશે. અત્યારે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર પૉઈન્ટ ટેબલમાં ટૉપ-5માંથી બહાર છે. આ બંને ટીમોએ આ સિઝનમાં ચાર-ચાર મેચ રમી છે જેમાં બે-બે મેચ જીતી ચૂકી છે, અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.
IPLની આ સિઝનમાં CSKની શરૂઆત હાર સાથે થઈ હતી, જોકે આ પછી ટીમે બે મેચ બેક ટૂ બેક જીતી અને પછી ચોથી મેચમાં આ ટીમને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો. બીજીબાજુ આરસીબીએ આ સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી પરંતુ પછીની બે મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં આ ટીમ ફરીથી જીતના ટ્રેક પર આવી હતી.
CSK અને RCB ભલે પૉઈન્ટ ટેબલમાં તળિયે હોય પરંતુ આ બંને ટીમ દરેક મેચ સાથે મજબૂત થઈ રહી છે. આ ટીમોના ખેલાડીઓ મેચથી ફૉર્મમાં આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં આ ટીમો તેમની અગાઉની મેચની જ પ્લેઇંગ-11 સાથે અને તે જ રણનીતિથી મેદાનમાં ઉતરવા માંગશે.
બન્ને ટીમોની આજની સંભવિત પ્લેઇગ -11 -
RCB પ્લેઇંગ-11 (પહેલા બેટિંગ) -
ફાક ડુ પ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, માહીપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અનુજ રાવત, શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી/વેન પાર્નેલ, મોહમ્મદ સિરાજ.
RCB પ્લેઇંગ-11 (પહેલા બૉલિંગ) -
ફાક ડુ પ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, માહીપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી/વેન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ.
RCB ઇમ્પેક્ટ પ્લેયર્સ- આકાશદીપ/અનુજ રાવત.
CSK પ્લેઇંગ-11 (પહેલા બેટિંગ) -
ડેવૉન કૉન્વે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્યે રહાણે, મોઇન અલી, અંબાતી રાયુડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, ડ્વેન પ્રિટૉરિયસ, એમએસ ધોની (કેપ્ટન-વિકેટકીપર), તુષાર દેશપાન્ડે, મહીષ તીક્ષ્ણા.
CSK પ્લેઇંગ-11 (પહેલા બૉલિંગ) -
ડેવૉન કૉન્વે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્યે રહાણે, મોઇન અલી, અંબાતી રાયુડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, ડ્વેન પ્રિટૉરિયસ, એમએસ ધોની (કેપ્ટન-વિકેટકીપર), આકાશસિંહ, તુષાર દેશપાન્ડે, મહીષ તીક્ષ્ણા.
CSK ઇમ્પેક્ટ પ્લેયર્સ - આકાશ સિંહ /અંબાતી રાયુડુ.