CSK vs RR Highlights IPL 2025: રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરીને 187 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાને 18મી ઓવરમાં 6 વિકેટ બાકી રહેતાં જીત મેળવી હતી. બંને ટીમો પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે, તેથી પ્રતિષ્ઠા માટેની લડાઈમાં રાજસ્થાને 17 બોલ બાકી રહેતા જીત મેળવી. 

188 રનનો લક્ષ્યાંક મળ્યો હતો

રાજસ્થાન રોયલ્સને 188 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેના જવાબમાં તેમણે ખૂબ જ સારી શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલ તોફાની રીતે 19 બોલમાં 36 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. બીજી વિકેટ માટે સંજુ સેમસન અને વૈભવ સૂર્યવંશી વચ્ચે 98 રનની શાનદાર ભાગીદારી થઈ. સેમસન 31  બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સેમસન આઉટ થયો ત્યારે રાજસ્થાનને જીતવા માટે હજુ પણ 53 રન બનાવવાના હતા.

વૈભવ સૂર્યવંશી અને સંજુ સેમસન વચ્ચે 90+ રનની ભાગીદારીના આધારે, રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટથી હરાવ્યું. આ સાથે, સંજુ સેમસનની આગેવાની હેઠળની ટીમની ટુર્નામેન્ટમાં સફરનો અંત આવ્યો. ગ્રુપ સ્ટેજમાં આ તેમની છેલ્લી મેચ હતી.  ચેન્નાઈએ 25 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી મેચ રમવાની છે. રાજસ્થાન અને ચેન્નાઈ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.

મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 17.1 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા અને ટુર્નામેન્ટમાં પોતાની ચોથી જીત નોંધાવી.

રિયાન પરાગનું બેટ પણ સતત ત્રીજી મેચમાં શાંત રહ્યું, જે 4 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયરએ રાજસ્થાનની જીત સુનિશ્ચિત કરી. જુરેલે 12  બોલમાં 31  રનની તોફાની ઇનિંગ રમીને અણનમ રહ્યો, જ્યારે હેટમાયરે પણ 5 બોલમાં 12 રનનું યોગદાન આપ્યું.

સીએસકેનો 10મો પરાજય 

IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સની આ 10મી હાર છે. સિઝનમાં અત્યાર સુધી તેને 13 મેચોમાં ફક્ત 3 જીત મળી છે અને આ ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. ચેન્નાઈ માટે  આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રેવિસે અનુક્રમે 43 અને 42 રનની ઝડપી ઇનિંગ્સ રમી પરંતુ તેઓ તેમની ટીમ માટે વિજય સુનિશ્ચિત કરી શક્યા નહીં. બીજી તરફ, આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પાસે હવે 8 પોઈન્ટ છે.