RR vs GT Head To Head In IPL: IPL 2023માં આજે એટલે કે 5 મે, શુક્રવારના રોજ ફરી એકવાર રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો સામસામે હશે. બંને વચ્ચેની આ મેચ રાજસ્થાન રોયલ્સના હોમ ગ્રાઉન્ડ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. અગાઉ રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સનો 3 વિકેટે વિજય થયો હતો. આવો જાણીએ કે બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કેટલી મેચ રમાઈ છે અને તેમાં કોનો વિજય થયો છે.






IPLમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો કુલ 4 વખત સામ સામે ટકરાઇ છે. જેમાં ગુજરાત 3 અને રાજસ્થાન એક મેચ જીત્યું છે. રાજસ્થાન આ સીઝનમાં પ્રથમ વખત ગુજરાત સામે જીતવામાં સફળ રહ્યું છે. બંને વચ્ચે IPL 2022ની ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ગુજરાત જીતીને ચેમ્પિયન બન્યું હતું.


બંને વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર પ્રથમ વખત બંને ટીમો વચ્ચે ટક્કર થશે. બંને ટીમો અત્યાર સુધીમાં ઈડન ગાર્ડન્સ ખાતે એક વખત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે વખત અને D.Y પાટીલ સ્ટેડિયમ ખાતે એક વખત રમી ચૂકી છે.


હાલ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ નંબર વન અને રાજસ્થાન રોયલ્સ ચોથા નંબર પર છે. બંને ટીમો અત્યાર સુધી 9-9 મેચ રમી છે. જેમાં ગુજરાત છ અને રાજસ્થાન રોયલ્સ પાંચમાં જીત મેળવી છે. ગુજરાતના 12 પોઈન્ટ્સ સાથે +0.532 નો નેટ રન રેટ છે, જ્યારે રાજસ્થાનના 10 પોઈન્ટ અને નેટ રન રેટ +0.800 છે. બંને ટીમો અત્યાર સુધી સારા ફોર્મમાં છે, તેથી આ મેચમાં કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે.


KKR vs SRH, Match Highlights: કોલકાતાના બોલરોએ હૈદરાબાદના મોઢામાંથી છીંનવી જીત, આવો રહ્યો મેચનો રોમાંચ


SRH vs KKR Full Match Highlights:  સનરાઇઝર્સ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી IPL 2023 ની 47મી મેચમાં, કોલકાતા નાઇટ રાઇડર્સે હારી ગયેલી બાજી જીતી લીધી. હૈદરાબાદને અંતિમ 30 બોલમાં માત્ર 38 રન બનાવવાના હતા અને એઇડન માર્કરામ અને અબ્દુલ સમદ ક્રિઝ પર હતા. તેમ છતાં હૈદરાબાદની ટીમ મેચ જીતી શકી નહોતી. પ્રથમ બેટિંગ કરતા KKRએ 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 166 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી એડન માર્કરામે 41, હેનરિક ક્લાસને 36 અને અબ્દુલ સમદે 18 બોલમાં 21 રન બનાવ્યા હતા. KKR તરફથી વૈભવ અરોરા અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ લીધી હતી.


આ મેચમાં 172 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ એક સમયે લગભગ મેચ જીતી ચૂકી હતી. પરંતુ છેલ્લી ઓવરોમાં KKRના બોલરોએ શાનદાર વાપસી કરીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી, પરંતુ તે માત્ર 3 રન જ બનાવી શકી હતી.