SRH vs KKR Full Match Highlights:  સનરાઇઝર્સ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી IPL 2023 ની 47મી મેચમાં, કોલકાતા નાઇટ રાઇડર્સે હારી ગયેલી બાજી જીતી લીધી. હૈદરાબાદને અંતિમ 30 બોલમાં માત્ર 38 રન બનાવવાના હતા અને એઇડન માર્કરામ અને અબ્દુલ સમદ ક્રિઝ પર હતા. તેમ છતાં હૈદરાબાદની ટીમ મેચ જીતી શકી નહોતી. પ્રથમ બેટિંગ કરતા KKRએ 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 166 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી એડન માર્કરામે 41, હેનરિક ક્લાસને 36 અને અબ્દુલ સમદે 18 બોલમાં 21 રન બનાવ્યા હતા. KKR તરફથી વૈભવ અરોરા અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ લીધી હતી.


 






આ મેચમાં 172 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ એક સમયે લગભગ મેચ જીતી ચૂકી હતી. પરંતુ છેલ્લી ઓવરોમાં KKRના બોલરોએ શાનદાર વાપસી કરીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી, પરંતુ તે માત્ર 3 રન જ બનાવી શકી હતી.


54 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી


172 રનના ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદની શરૂઆત ખાસ રહી ન હતી અને તેની 2 વિકેટ 37 રનમાં પડી ગઈ હતી. હર્ષિત રાણાએ ઇનિંગની ત્રીજી ઓવરમાં મયંક અગ્રવાલ (18)ને ગુરબાજના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ ચોથી ઓવરમાં અભિષેક શર્મા (9)ને શાર્દુલ ઠાકુરે રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠી (9 બોલમાં 20 રન) એ આન્દ્રે રસેલ સામે હાથ ખોલવાનો પ્રયાસ કર્યો અને 2 ચોગ્ગા, એક છગ્ગો ફટકાર્યો પરંતુ ઈનિંગની છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર વૈભવ અરોરાના હાથે કેચ થઈ ગયો. હેરી બ્રુકને અનુકુલ રોયે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો, જેના કારણે ટીમનો સ્કોર 6.2 ઓવરમાં 4 વિકેટે 54 રન હતો.


ક્લાસેન અને માર્કરામે 70 રન ઉમેર્યા હતા


હેનરિચ ક્લાસને કેપ્ટન એડન માર્કરામ સાથે 5મી વિકેટ માટે 70 રન જોડ્યા હતા. શાર્દુલે ઇનિંગની 15મી ઓવરમાં આ ભાગીદારી તોડી અને પહેલા જ બોલ પર ક્લાસેનને રસેલના હાથે કેચ આઉટ કરાવ્યો. ક્લાસને 20 બોલમાં 3 સિક્સ અને 1 ફોર ફટકારીને 36 રન બનાવ્યા હતા. હૈદરાબાદને ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી. નીતિશ રાણાએ બોલ વરુણ ચક્રવર્તીને આપ્યો. તેણે ત્રીજા બોલ પર અબ્દુલ સમદ (21 રન)ને બાઉન્ડ્રી લાઇન પર અનુકુલ રોયના હાથે કેચ આઉટ કરાવ્યો, જેણે મેચનો માર્ગ બદલી નાખ્યો. વરુણે ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા.




કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ-11

 નીતીશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ(વિકેટકીપર), જેસન રોય, વેંકટેશ અય્યર, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, શાર્દૂલ ઠાકુર, વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.










સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11

એડન માર્કરામ(કેપ્ટન), મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), હેરી બ્રુક, અબ્દુલ સમદ, માર્કો જેન્સન, મયંક માર્કન્ડે, ભુવનેશ્વર કુમાર, કાર્તિક ત્યાગી અને ટી. નટરાજન.