RR vs LSG Live Score: લખનઉએ રોમાંચક મેચમાં રાજસ્થાનને 2 રને હરાવ્યું, આવેશનું શાનદાર પ્રદર્શન
RR vs LSG Live Score IPL 2025: જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મહત્વપૂર્ણ મુકાબલો, બંને ટીમો પ્લેઓફની રેસમાં, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન.

બ્રેકગ્રાઉન્ડ
RR vs LSG Live Score IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ની ૩૬મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ રહી છે....More
લખનૌ સુપર જાયન્ટ્સે શુક્રવારે રમાયેલી એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને માત્ર 2 રને પરાજય આપ્યો હતો. અવેશ ખાન દ્વારા ફેંકવામાં આવેલી છેલ્લી ઓવર આ મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. અવેશે નિર્ણાયક ઓવરમાં માત્ર 6 રન આપ્યા અને મહત્વની એક વિકેટ પણ પોતાના નામે કરી.
રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે 52 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં રિયાન પરાગે 39 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની ડેબ્યૂ મેચમાં 34 રન નોંધાવ્યા હતા. જો કે, અન્ય બેટ્સમેનોના સાથના અભાવે રાજસ્થાન લક્ષ્ય સુધી પહોંચી શક્યું નહોતું.
લખનૌ સુપર જાયન્ટ્સના બોલરોએ અંતિમ ઓવરોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અવેશ ખાને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે શાર્દુલ ઠાકુર અને એડન માર્કરામને 1-1 સફળતા મળી હતી.
આ પહેલાં, પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 180 રન બનાવ્યા હતા. ટીમ માટે આયુષ બદોનીએ વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી અને 50 રન બનાવ્યા હતા. ઓપનર એડન માર્કરામે પણ 66 રનની મહત્વની ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં અબ્દુલ સમદે માત્ર 10 બોલમાં અણનમ 30 રન બનાવીને ટીમના સ્કોરને મજબૂત બનાવ્યો હતો.
રાજસ્થાન રોયલ્સના બોલિંગ આક્રમણની વાત કરીએ તો, વાનિન્દુ હસરગાએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચર, સંદીપ શર્મા અને તુષાર દેશપાંડેએ પણ 1-1 વિકેટ પોતાના નામે કરી હતી. જો કે, બેટિંગમાં મળેલી શરૂઆતનો તેઓ ફાયદો ઉઠાવી શક્યા નહીં અને રોમાંચક મુકાબલામાં 2 રને હારનો સામનો કરવો પડ્યો.