IPL RR vs RCB Score : રાજસ્થાને RCBને 6 વિકેટથી હરાવ્યું, બટલરે સિક્સર ફટકારી સદી પૂરી કરી
રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જયપુરમાં મુકાબલો છે. રાજસ્થાને ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ઓપનર જોસ બટલરની અણનમ 100 રનની શાનદાર સદીના આધારે રાજસ્થાને આરસીબીને છ વિકેટે હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં રાજસ્થાનની આ સતત ચોથી જીત છે, જ્યારે RCBએ હારની હેટ્રિક ફટકારી છે. આરસીબીએ વિરાટ કોહલીના અણનમ 113 રનની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 183 રન બનાવ્યા હતા, પરંતુ રાજસ્થાને બટલરની સદી અને કેપ્ટન સંજુ સેમસનની 69 રનની ઈનિંગના આધારે પાંચ બોલ બાકી રહેતા ચાર વિકેટે 189 રન બનાવી જીત મેળવી હતી.
મોહમ્મદ સિરાજે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનને આઉટ કરીને RCBને બીજી સફળતા અપાવી. સેમસન 42 બોલમાં 69 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે તેની બટલર સાથે બીજી વિકેટ માટે 148 રનની ભાગીદારી તૂટી હતી. હાલમાં બટલર 44 બોલમાં 77 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.
યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા બાદ જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસને રાજસ્થાનની કમાન સંભાળી હતી. બંને બેટ્સમેનોની મદદથી રાજસ્થાને પાવરપ્લેના અંત સુધી એક વિકેટે 54 રન બનાવ્યા હતા. બટલર 22 બોલમાં 39 રન અને સેમસને 12 બોલમાં 15 રન બનાવ્યા બાદ ક્રીઝ પર હાજર છે.
રાજસ્થાન રોયલ્સને પહેલો ફટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો છે. RCBએ રાજસ્થાનને 184 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં રાજસ્થાનની શરૂઆત સારી રહી ન હતી અને ટીમનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.
વિરાટ કોહલીની અણનમ 113 રનની ઇનિંગના આધારે RCBએ રાજસ્થાન રોયલ્સ માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોહલી અને ફાફ ડુપ્લેસિસે શાનદાર સદીની ભાગીદારી કરીને સેમસનના નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. આ બંને બેટ્સમેનોની શાનદાર ઇનિંગની મદદથી RCBએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 183 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ લીધી હતી.
RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારી છે. આ IPL સિઝનની આ પ્રથમ સદી છે. કોહલીએ IPLની આઠમી સદી 67 બોલમાં પૂરી કરી હતી.
નાન્દ્રે બર્ગર રાજસ્થાન રોયલ્સને બીજી સફળતા અપાવી. ગ્લેન મેક્સવેલ ત્રણ બોલમાં એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. સારી શરૂઆત બાદ આરસીબીને બે ઝટકા લાગ્યા છે.
RCB કેપ્ટન ફાફ ડુપ્લેસીસ રાજસ્થાન રોયલ્સ સામે અડધી સદી ચૂકી ગયો છે. રાજસ્થાનના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ડુપ્લેસિસ 33 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો હતો.
વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીસ રાજસ્થાન રોયલ્સ સામે ક્રિઝ પર છે. બંને બેટ્સમેનોએ આરસીબીને ઝડપી શરૂઆત અપાવી છે અને 13 ઓવરના અંતે સ્કોર કોઈ પણ નુકસાન વિના 115 રન છે. રાજસ્થાનના બોલરો અત્યાર સુધી એક પણ સફળતા હાંસલ કરી શક્યા નથી.
વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસે રાજસ્થાન રોયલ્સ સામે આરસીબીને ઝડપી શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે પાવરપ્લેના અંત સુધીમાં અડધી સદીની ભાગીદારી પૂરી કરી હતી. છ ઓવરના અંતે આરસીબીએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 53 રન બનાવી લીધા છે. હાલમાં કોહલી 25 બોલમાં 32 રન અને ડુપ્લેસીસ 11 બોલમાં 14 રન સાથે ક્રિઝ પર છે.
વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસીસની ઓપનિંગ જોડીએ રાજસ્થાન રોયલ્સ સામે આરસીબીને મજબૂત શરૂઆત અપાવી હતી. ત્રણ ઓવરના અંતે બંને બેટ્સમેનોએ 29 રન બનાવી લીધા છે. અત્યારે કોહલી 12 બોલમાં 16 રન અને ડુપ્લેસિસ છ બોલમાં છ રન પર રમી રહ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સૌરવ ચૌહાણ, રીસ ટોપલે, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રેયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્ગર, યુઝવેન્દ્ર ચહલ.
RR vs RCB Live Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગ્લોરની ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરશે.
બ્રેકગ્રાઉન્ડ
RR vs RCB Live Score Updates: રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જયપુરમાં મુકાબલો છે. રાજસ્થાને ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. IPL 2024માં રાજસ્થાને અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. જ્યારે બેંગ્લોરે 4 મેચ રમીને માત્ર એક જ જીત મેળવી છે. સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાનની ટીમ હવે બેંગ્લોર સાથે ટક્કર માટે તૈયાર છે.
રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે અત્યાર સુધી રમાયેલી 30 મેચોમાં સંજુની ટીમનો દબદબો રહ્યો છે. રાજસ્થાને 15 મેચ જીતી છે. જ્યારે બેંગ્લોરે 12 મેચ જીતી છે. આ બંને ટીમો વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી જેમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. હવે બંને ટીમો ફરી એકવાર ટક્કર માટે તૈયાર છે.
આરસીબીએ આ સિઝનમાં 4 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન ત્રણ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તેને લખનૌ, કોલકાતા અને ચેન્નાઈએ હરાવ્યું છે. RCBએ પંજાબ કિંગ્સ સામે અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી છે. તેણે પંજાબને 4 વિકેટે હરાવ્યું. હવે તે રાજસ્થાન સામે મેદાનમાં ઉતરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -