IPL 2023: ગઇકાલે ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં વધુ એક રોમાંચક મેચ જોવા મળી, રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ચેપૉકના સ્ટેડિયમમાં એક શાનદાર મેચ જોવા મળી હતી. આ મેચમાં રાજસ્થાન રૉયલ્સને છેલ્લા બૉલ પર જીત મળી હતી. સંજૂ સેમસનની ટીમે ધોનીની ટીમે છેલ્લા બૉલે 3 રનથી હાર આપી હતી. આ જીત બાદ એકબાજુ સંજૂ સેમસન ખુશ થયો હતો, તો વળી, બીજીબાજુ દુઃખી થવાનો પણ વારો આવ્યો હતો. કેમ કે સંજૂ સેમસનને આ મેચ બાદ લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગઈકાલે રમાયેલી મેચ દરમિયાન કેપ્ટન સંજૂ સેમસને મોટી ભૂલ કરી હતી. આ ભૂલને કારણે તેના પર દંડ ફટકારવામાં આવ્યો હતો. 


રાજસ્થાન રૉયલ્સે ગઇકાલે ગઈકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ 20 ઓવરનો પોતાનો કોટા પુરો કરી શકી ન હતી. આ સ્લૉ ઓવર રેટના કારણે કેપ્ટનને સંજૂને દંડ ફટકારવામાં આવ્યો હતો. ટીમની આ એક નાની અમથી ભૂલના કારણે કેપ્ટનને સહન કરવાનું આવ્યુ હતુ. ખાસ વાત છે કે, રાજસ્થાન જો બીજીવાર આવી ભૂલ કરશે તો અન્ય ખેલાડીઓને પણ દંડ થઈ શકે છે.


જાણો કેટલો થયો દંડ - 
મેચ દરમિયાન રાજસ્થાન રૉયલ્સે નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની ઓવર પુરી કરી શકી ન હતી. આ માટે રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસનને મેચમાં ધીમા ઓવર રેટથી બૉલિંગ કરવા બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. IPL 2023માં રાજસ્થાન રૉયલ્સની ટીમે પહેલી વખત આવી આચાર સંહિતા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ ભૂલ માટે હવે કેપ્ટન સંજૂ સેમસનને દંડ તરીકે 12 લાખ રૂપિયા ચૂકવવા પડશે.


છેલ્લા બૉલ પર રાજસ્થાનની થઇ જીત - 
આઇપીએલની ગઇકાલની મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપૉક સ્ટેડિયમમાં રમાઇ હતી, આ મેચમાં રાજસ્થાન રૉયલ્સનો છેલ્લા બૉલે ચેન્નાઇ સામે જીત મેળવી શકી હતી. છેલ્લી ઓવરમાં ચેન્નાઇને આ મેચ જીતવા માટે 21 રનની જરૂર હતી, અને ધોનીની બે છગ્ગા બાદ છેલ્લા બૉલ પર જીતવા માટે 5 રનની જરૂર હતી પરંતુ જાડેજા અને ધોની ક્રિઝ પર હોવા છતાં આ સ્કૉરના આંકડાને પહોંચી શક્યો ન હતો. સંદીપે છેલ્લો બૉલ યોર્કર ફેંક્યો, જેના પર ધોની એક રન જ લઈ શક્યો હતો. આ રીતે ચેન્નઈની ટીમ 3 રનથી હારી ગઈ હતી.