Sachin Tendulkar Birthday: ભારતીય ક્રિકેટ ટીમના મહાન ક્રિકેટર સચિન તેંદુલકર આજે પોતાનો 50મો જન્મદિવસ મનાવી રહ્યો છે. માત્ર 16 વર્ષની ઉંમરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મુકનારા સચિન તેંદુલકરે લગભગ ત્રણ દાયકાઓથી પણ વધુ ક્રિકેટ પર રાજ કર્યુ છે. આ જ કારણ છે કે, ફેન્સ સચિન તેંદુલકરને ક્રિકેટના ભગવાન કહી રહ્યાં છે. ક્રિકેટના મેદાન પર સચિન તેંદુલકર ના જાણે કેટકેટલા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. ખાસ કરીને જેવી રીતે સચિન તેંદુલકર પીચ પર સફળતા હાંસલ કરી છે, એવી જ રીતે તેને લેવ સ્ટૉરી પણ કાંઇ ઓછી રોચક નથી.  


સચિન તેંદુલકરની લાઇફ પાર્ટનરનુ નામ અંજલિ છે, અંજલિ, સચિનથી 6 વર્ષ મોટી છે, પરંતુ આમ છતાં તેમના સંબંધોમાં કોઇ પ્રભાવ નથી પડ્યો, સચિન તેંદુલકર અને અંજલિ પહેલીવાર એકબીજાને એરપોર્ટ પર મળ્યા હતા. પહેલી જ નજરમાં બન્ને એકબીજાને દિલ આપી બેઠાં હતા, એટલે કે એમ કહી શકાય કે ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટરને અંજલિએ પહેલી નજરમાં ક્લિન બૉલ્ડ કરી દીધો હતો. જોકે, પહેલી મુલાકાતમાં બન્નેને વચ્ચે કોઇ વાતચીત તો ન હતી થઇ, પરંતુ અંજલિની કૉમન ફ્રેન્ડે તેને સચિન તેંદુલકર વિશે બતાવ્યુ હતુ કે તે એક ક્રિકેટર છે.


અંજલિ ખુબ જ હોશિયાર હતી 
જે વખતે સચિનની મુલાકાત અંજલિ સાથે થઈ હતી. ત્યારે તેઓ ઈંગ્લેન્ડ પ્રવાસથી પરત આવી રહ્યા હતા. જ્યારે અંજલિ અંજલિ પોતાની માતાને રિસીવ કરવા એરપોર્ટ ગઈ હતી. આ પહેલી મુલાકાત પછી બંને એક પાર્ટીમાં પણ મળ્યા હતા. અહીં બંને વચ્ચે પહેલી વાર વાતચીત થઈ હતી. આપને જણાવી દઈએ કે, અંજલિ ખૂબ જ હોંશિયાર મેડિકલ સ્ટૂડન્ટ હતી. ભણતર અંગે તેને વિશેષ લગાવ હતો. આ જ કારણથી તેને ક્રિકેટ અંગે કોઈ જાણકારી જ નહતી. જોકે, સચિન સાથે મુલાકાત પછી અંજલિએ ક્રિકેટ અંગે વાંચવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેને આ રમત અંગે જાણ થઈ હતી.


પરિવાર સાથે વાત નહતી કરી શકતો સચિન - 
વાતચીત વધ્યા પછી બંનેએ એકબીજાને વારંવાર મળવા લાગ્યા હતા. બંનેએ 5 વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કર્યું હતું. જોકે, આ દરમિયાન સચિન પોતાના ક્રિકેટ શેડ્યુલ અને અંજલિ પોતાના મેડિકલ કરિયરમાં વ્યસ્ત રહેતી હતી. એટલે બંને ક્યાંય ફરવા પણ ન જઈ શક્યા. બંને વચ્ચેની અઢળક મુલાકાત પછી હવે વારો હતો એકબીજાના પરિવારને મળાવવાનો. જોકે, સચિન અંજલિને પોતાના ઘરે લઈ જતા ખચકાતા હતા. તે નહતા ઈચ્છતા કે, તેમના પ્રેમ અંગે કોઈન ખબર પડે, પરંતુ ઘરના લોકો સાથે તો મુલાકાત કરાવવી જ પડત. પછી શું સચિને એક પ્લાન બનાવ્યો અને તેમણે ખોટું બોલીને અંજલિની મુલાકાત પોતાના પરિવાર સાથે કરાવી. અંજલિએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, સચિને તેને પત્રકાર બનીને તેમના પરિવાર સાથે મળવાનું કહ્યું હતું. સચિનના પ્લાન મુજબ અંજલિ તેમના ઘરે આવી હતી.


સચિન અને અંજલિએ કર્યા લગ્ન - 
કારકિર્દીની શરૂઆતથી જ સચિન પોતાની રમતથી ફેન્સના પ્રિય ખેલાડી બની ગયા હતા. આવામાં સામાન્ય લોકો વચ્ચે ફરવું તેમના માટે સરળ નહતું. એટલે અંજલિને મળવા માટે સચિનને તો એક વાર વેશ પણ બદલવો પડ્યો હતો. અંજલિએ આવી જ એક ઘટનાને યાદ કરતા જણાવ્યું હતું કે, સચિન એક વાર વેશ બદલીને તેની સાથે ફિલ્મ જોવા ગયા હતા. તેમ છતાં થિયેટરમાં લોકો તેમને ઓળખી ગયા હતા. ત્યારબાદ ફિલ્મને અડધી મુકી જ ત્યાંથી નીકળવું પડ્યું હતું. આવામાં લાંબા સમય સુધી એકબીજાના ડેટ કર્યા પછી સચિને 24 મે 1995ના દિવસે અંજલિ સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ 12 ઓક્ટોબર 1997ના દિવસે પૂત્રી સારાનો જન્મ થયો હતો અને 24 સપ્ટેમ્બર 1999ના દિવસે પુત્ર અર્જૂનનો જન્મ થયો હતો.