ક્રિકેટર તરીકે એમએસ ધોનીના આઈપીએલ ભવિષ્ય પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કોચે ધોનીનો ઉત્તરાધિકારી કોણ હશે તે અંગે ખુલાસો કર્યો. નોંધનીય છે કે આઈપીએલ હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીએ સંજુ સેમસનને ટ્રેડ કરી તેમની ટીમમાં સામેલ કર્યો હતો.તેના બદલામાં, તેમણે અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને રીલીઝ કર્યો હતો. ફ્લેમિંગે ધોની વગર ટીમ બનાવવાની સંભવના પર ચર્ચા કરી હતી.

Continues below advertisement

શું સેમસન ધોનીનું રિપ્લેસમેન્ટ બનીને આવ્યો ?

એમએસ ધોનીના આઈપીએલ નિવૃત્તિની અફવાઓ 2021 થી ચાલી રહી છે, જોકે તેણે દરેક સીઝન પછી કહ્યું છે કે તે રમવાનું ચાલુ રાખશે. ધોનીએ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને હજુ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. જોકે તેણે સીએસકેની કેપ્ટનશીપ છોડી દીધી છે, તેમ છતાં તેની બેટિંગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. 2023 માં ઘૂંટણની સર્જરી કરાવ્યા પછી ધોનીની સ્ફૂર્તિમાં પણ ઘટાડો થયો છે.

Continues below advertisement

ઇનસાઇડસ્પોર્ટે ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ ફ્લેમિંગને ટાંકીને કહ્યું, "અમારી પાસે તક હતી,  અમને લાગ્યું કે અમારી ઓપનિંગ બેટિંગ થોડી નબળી છે. અને અમે એ વાત પર પણ વિચારી રહ્યા હતા કે કોઈ સમયે તો અમારે એમએસ ધોનીથી આગળ વધવું પડશે."

એમએસ ધોની પણ જાણે છે કે ક્રિકેટર તરીકે તેની આઈપીએલ કારકિર્દી લાંબી નથી. હાલમાં 44 વર્ષનો ધોની આગામી વર્ષની ટુર્નામેન્ટ માટે શારીરિક અને માનસિક રીતે પોતાને તૈયાર કરી રહ્યો છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા, જે તેની સાથે સીએસકેમાં રમ્યો હતો તે પણ માને છે કે એમએસ ધોની આઈપીએલ 2026 પછી નિવૃત્તિ લેશે. તેમનું માનવું છે કે આ એટલા માટે છે કારણ કે ટીમ હવે અનુભવી ખેલાડીઓ કરતાં યુવા ખેલાડીઓને પ્રાથમિકતા આપી રહી છે. સીએસકેએ આઈપીએલ 2026 માટે બે અનકેપ્ડ ખેલાડીઓને ₹28.4 કરોડમાં ખરીદ્યા: કાર્તિક શર્મા (14.2 કરોડ રૂપિયા) અને પ્રશાંત વીર (14.2 કરોડ રૂપિયા). 

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, એમએસ ધોની, સંજૂ સેમસન, ડેવાલ્ડ બ્રેવિસ, ઉર્વીલ પટેલ, શિવમ દુબે, જેમી ઓવરટન, રામકૃષ્ણ ઘોષ, નૂર અહમદ, ખલીલ અહમદ, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી, નાથન એલિસ, અકીલ હોસેન, પ્રશાંત વીર, કાર્તિક શર્મા, મૈથ્યૂ શોર્ટ, અમન ખાન, સરફરાજ ખાન, મેટ હેનરી, રાહુલ ચહર, જૈક ફોલ્કેસ