IPL 2025: શુક્રવારે સાંજે તીવ્ર પવન અને હળવા વરસાદ સાથે નેશનલ કેપિટલ રિજન (દિલ્હી-એનસીઆર) માં હવામાન અચાનક બદલાઈ ગયું. જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સનો છે અને આ માટે મુંબઈની ટીમ દિલ્હી પહોંચી ગઈ છે. મેચ પહેલા જ્યારે મુંબઈના ખેલાડીઓ ટ્રેનિંગ સેશનમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે જોરદાર તોફાન આવ્યું અને ખેલાડીઓએ ટ્રેનિંગ અધવચ્ચે છોડીને પાછા ભાગવું પડ્યું.
મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ ટ્રેનિંગ છોડીને ભાગી ગયા હતા
મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં મુંબઈના ખેલાડીઓ તોફાનને કારણે મેદાન છોડીને જતા જોવા મળે છે. આમાં રોહિત શર્મા જોર જોરથી બૂમો પાડી રહ્યો છે, કમબેક, કમબેક. વીડિયોમાં દીપક ચાહર, કોચ મહેલા જયવર્દને અને લાસિથ મલિંગા મેદાનની બહાર દોડતા જોવા મળે છે. જ્યારે કેમેરામેન રોહિત પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે રોહિત કહે છે કે તમે મને શું બતાવો છો? આ તોફાન બતાવો. આ સમયે જ અન્ય એક વીડિયોમાં ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ આંધીને જોતા વીજળીની ઝડપે દોડતો જોવા મળે છે.
મુંબઇ ટેબલમાં આઠમા નંબર પર છે મુંબઇની ટીમ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં કુલ પાંચ મેચ રમી છે, જેમાં એકમાં જીત અને ચાર મેચમાં હાર થઈ છે. બે પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ માઈનસ 0.010 છે. તે પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે. હવે ટીમની આગામી મેચ 13 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમશે.
હાર્દિક પંડ્યા પ્રથમ મેચમાં રમ્યો ન હતો
IPLની વર્તમાન સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એકજૂથ પ્રદર્શન કરી શકી નથી. પ્રથમ મેચમાં નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા પ્રતિબંધને કારણે રમ્યો ન હતો, ત્યારબાદ સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી. આ પછી હાર્દિક પંડ્યા સુકાની તરીકે પરત ફર્યો, પરંતુ ટીમનું નસીબ બદલાયું નહીં. ટીમની હાલમાં સિઝનમાં 9 મેચ બાકી છે અને તેને પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની મેચોમાં સારું પ્રદર્શન કરવું પડશે. જેથી તેનો નેટ રન રેટ પ્લસ સુધી પહોંચે અને તે પોઈન્ટ ટેબલમાં ઉપર જઈ શકે. મુંબઈ IPLની સૌથી સફળ ફ્રેન્ચાઈઝીઓમાંની એક છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં તેણે પાંચ વખત આ ખિતાબ જીત્યો હતો.