Sourav Ganguly vs Virat Kohli: આઇપીએલમાં ગઇકાલે રમાયેલી મેચમાં જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો, ગઇકાલે દિલ્હી કેપિટલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે મેચ રમાઇ, આ મેચમાં બેંગ્લૉરની ટીમની હાર થઇ હતી, પરંતુ આ મેચ બાદ સ્ક્રીન પર એક અનસીન દ્રશ્ય જોવા મળ્યુ. ક્રિકેટ ફેન્સ પણ આ દ્રશ્ય જોઇને દંગ રહી ગયા હતા. ખરેખરમાં, દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલી અને RCB ખેલાડી વિરાટ કોહલી મેચ બાદ ખેલાડીઓ અને ટીમના અધિકારીઓના હેન્ડશેક દરમિયાન એકબીજાની સામસામે આવ્યા હતા. જોકે, આ વખતે આ બંને દિગ્ગજો એકબીજાને ખુબ જ હળવાશથી મળ્યા હતા. અહીં બંનેએ એકબીજાને હાથ મિલાવ્યા હતા, ખાસ વાત છે કે, વિરાટ અને ગાંગુલી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આ વીડિયોમાં વિરાટ અને ગાંગુલીએ એકબીજાને નમ્રતાથી હાથ મિલાવીને વિવાદને શાંત પાડી દીધો હતો. આ વીડિયોને હવે સોશ્યલ મીડિયા પર ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.  


ખાસ વાત છે કે, દિલ્હી-બેંગ્લોર વચ્ચેની ગણ મેચમાં આ બન્ને દિગ્ગજો વચ્ચે થોડી ગણી બોલાચાલી થઈ હતી. વિરાટ કોહલી પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને જોઇ રહ્યો હતો અને મેચ બાદ બન્નેએ એકબીજાને હાથ પણ ન હતા મિલાવ્યા. આ પછી બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યાના સમાચાર પણ સામે આવ્યા હતા. 




દોઢ વર્ષ પહેલા શરૂ થઇ હતી તકરાર - 
સૌરવ અને વિરાટ વચ્ચેનો ઝઘડો દોઢ વર્ષ જુનો છે. ડિસેમ્બર 2021માં પહેલીવાર બંને વચ્ચેનો વિવાદ સામે આવ્યો હતો. તે સમયે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ હતા અને તે જ સમયે વિરાટ કોહલીની ODI કેપ્ટનશીપ છીનવાઈ ગઈ હતી. સતત ખરાબ ફોર્મ અને ICC ટ્રૉફી ન જીતવાના કારણે વિરાટને ODI ટીમના કેપ્ટન પદેથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આ પછી વિરાટે પ્રેસ કૉન્ફરન્સમાં સૌરવ ગાંગુલી પર નિશાન સાધ્યું.


જોકે ગઇરાત્રે જોવા મળેલા આ દ્રશ્ય બાદ બંને વચ્ચેના વિવાદનું સમાધાન થાય તેવી અટકળો ચાલી રહી છે. જોકે આ દિગ્ગજ ક્રિકેટરોએ ચોક્કસપણે એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા, પણ વાત કરી ન હતી, અને બન્ને હંસ્યા પણ નહતા. 


મેચની કહાણી - 
દિલ્હી કેપિટલ્સે આ મેચ જીતી હતી. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 181 રન બનાવ્યા હતા, જેના જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવીને 20 બૉલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દિલ્હીએ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. ફિલ સૉલ્ટ 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો. તેને 45 બૉલમાં 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી.