SRH vs PBKS Live Score: હૈદરાબાદે પંજાબને 8 વિકેટે હરાવ્યું, અભિષેકે વિસ્ફોટક સદી ફટકારી
SRH vs PBKS Live Score IPL 2025: હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં મુકાબલો, જાણો બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન અને આંકડા.
બ્રેકગ્રાઉન્ડ
Sunrisers Hyderabad vs Punjab Kings, IPL 2025 Match 27: આઈપીએલ 2025 માં આજે બીજી રોમાંચક મેચ રમાશે. પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો શ્રેયસ અય્યરની પંજાબ કિંગ્સ સામે થશે....More
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 245 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 18.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. તેના માટે અભિષેક શર્માએ વિસ્ફોટક સદી ફટકારી હતી.
હૈદરાબાદને જીતવા માટે 12 બોલમાં માત્ર 6 રનની જરૂર છે. તેણે 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા છે. હેનરિક ક્લાસેન 17 રન બનાવીને રમી રહ્યો છે. ઈશાન કિશન 6 રન બનાવીને રમી રહ્યો છે.
હૈદરાબાદની ટીમને બીજો આંચકો લાગ્યો હતો. અભિષેક શર્માએ 60 બોલમાં 14 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 141 રન બનાવ્યા હતા અને તેને અર્શદીપ સિંહે આઉટ કર્યો હતો.
હૈદરાબાદને જીતવા માટે 24 બોલમાં 28 રનની જરૂર છે. તેણે 16 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા છે. અભિષેક 137 રન બનાવીને રમી રહ્યો છે.
14 ઓવર બાદ હૈદરાબાદની ટીમે એક વિકેટ ગુમાવીને 186 રન બનાવી લીધા છે. અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેન ક્રિઝ પર બેટિંગ કરી રહ્યા છે. હૈદરાબાદની ટીમને જીતવા માટે 36 બોલમાં 60 રનની જરૂર છે.
હૈદરાબાદે 14 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા છે. અભિષેક શર્મા 108 રન બનાવીને રમી રહ્યો છે. ક્લાસેન 3 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદને જીતવા માટે 60 રનની જરૂર છે.
પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી મેચમાં હૈદરાબાદ તરફથી બેટિંગ કરતા અભિષેક શર્માએ 40 બોલમાં શાનદાર સદી ફટકારી.
પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી મેચમાં હૈદરાબાદ તરફથી બેટિંગ કરતા અભિષેક શર્માએ 40 બોલમાં શાનદાર સદી ફટકારી.
પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી મેચમાં હૈદરાબાદ તરફથી બેટિંગ કરતા અભિષેક શર્માએ 40 બોલમાં શાનદાર સદી ફટકારી.
હૈદરાબાદની ટીમને પહેલો ઝટકો ટ્રેવિસ હેડના રૂપમાં લાગ્યો છે. તે 66 રન બનાવીને યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. હેનરિક ક્લાસેન ક્રિઝ પર બેટિંગ કરવા આવે છે.
12 ઓવરના અંતે હૈદરાબાદની ટીમે રન બનાવી લીધા છે. હૈદરાબાદને જીતવા માટે 48 બોલમાં વધુ 81 રન બનાવવાની જરૂર છે.
હૈદરાબાદની ટીમે 11 ઓવરના અંતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 154 રન બનાવી લીધા છે. અભિષેક શર્મા 88 રન અને ટ્રેવિસ હેડ 59 રન પર ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા છે. બંને ખેલાડીઓ વચ્ચે 150 રનની ભાગીદારી થઈ છે.
મેક્સવેલે 9મી ઓવરમાં 14 રન આપ્યા હતા. 9 ઓવર પછી સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર કોઈ વિકેટ વિના 123 રન છે. ટ્રેવિસ હેડ 29 બોલમાં 49 રન બનાવીને રમતમાં છે. તેણે 7 ફોર અને 2 સિક્સર ફટકારી છે. અભિષેક શર્મા 26 બોલમાં 67 રન બનાવીને રમતમાં છે. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે.
યુઝવેન્દ્ર ચહલે 8મી ઓવરમાં 16 રન આપ્યા હતા. 8 ઓવર પછી સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 109 રન છે. ટ્રેવિસ હેડ 24 બોલમાં 36 રન બનાવીને રમતમાં છે. તેણે 7 ચોગ્ગા ફટકાર્યા છે. અભિષેક શર્મા 25 બોલમાં 66 રન બનાવીને રમતમાં છે. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે.
મેક્સવેલે સાતમી ઓવરમાં 10 રન આપ્યા હતા. 8 ઓવર પછી સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર કોઈ વિકેટ વિના 93 રન છે. ટ્રેવિસ હેડ 21 બોલમાં 30 રન બનાવીને રમતમાં છે. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા છે. અભિષેક શર્મા 22 બોલમાં 56 રન બનાવીને રમતમાં છે. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે.
લોકી ફર્ગ્યુસન છઠ્ઠી ઓવર નાખવા આવ્યો હતો. બે બોલ પછી, તેને દુઃખાવો થતાં મેદાન છોડી દીધું. સ્ટોઇનિસે તેના બાકીના બોલ ફેંક્યા. છઠ્ઠી ઓવરમાં માત્ર 7 રન થયા હતા. 7 ઓવર પછી સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર કોઈ વિકેટ વિના 83 રન છે. ટ્રેવિસ હેડ 19 બોલમાં 27 રન બનાવીને રમતમાં છે. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા છે. અભિષેક શર્મા 18 બોલમાં 49 રન બનાવીને રમતમાં છે. તેણે છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા છે.
ગ્લેન મેક્સવેલે પાંચમી ઓવરમાં 16 રન આપ્યા હતા. 5 ઓવર પછી સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર કોઈ વિકેટ વિના 76 રન છે. ટ્રેવિસ હેડ 16 બોલમાં 23 રન બનાવીને રમતમાં છે. તેણે પાંચ ચોગ્ગા ફટકાર્યા છે. અભિષેક શર્મા 15 બોલમાં 48 રન બનાવીને રમતમાં છે. તેણે છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા છે.
ચોથી ઓવરમાં અભિષેક શર્મા કેચ આઉટ થયો હતો, પરંતુ યશ ઠાકુરનો બોલ નો બોલ નીકળ્યો હતો. 4 ઓવર પછી સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 60 રન છે. ટ્રેવિસ હેડ 14 બોલમાં 22 રન બનાવીને રમતમાં છે. તેણે પાંચ ચોગ્ગા ફટકાર્યા છે. અભિષેક શર્મા 11 બોલમાં 35 રન બનાવીને રમતમાં છે. તેણે પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે.
3 ઓવર પછી સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર કોઈ વિકેટ વિના 40 રન છે. ટ્રેવિસ હેડ 13 બોલમાં 22 રન બનાવીને રમતમાં છે. તેણે પાંચ ચોગ્ગા ફટકાર્યા છે. અભિષેક શર્મા 5 બોલમાં 18 રન બનાવીને રમતમાં છે. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા છે.
અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે આક્રમક શરૂઆત કરી છે. ટ્રેવિસ હેડ 7 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે અભિષેક શર્માએ 5 બોલમાં 18 રન બનાવ્યા છે. અભિષેકે ચાર ચોગ્ગા ફટકાર્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 2 ઓવર પછી કોઈ વિકેટ વિના 28 રન છે.
પંજાબ કિંગ્સ માટે અર્શદીપ સિંહે પ્રથમ ઓવર ફેંકી હતી. તેણે 9 રન આપ્યા છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા મેદાનમાં ઉતર્યા છે. પંજાબ કિંગ્સે હૈદરાબાદને 246 રનનો ટાર્ગેટ આપ્યો છે.
પંજાબ કિંગ્સે હૈદરાબાદના મેદાન પર રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને જીતવા માટે ૨૪૬ રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. પંજાબે ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકસાન પર ૨૪૫ રન બનાવ્યા હતા.
પંજાબ તરફથી પ્રિયાંશ આર્યએ માત્ર ૧૩ બોલમાં ૩૬ રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે પ્રભસિમરન સિંહે ૨૩ બોલમાં ૪૨ રનનું યોગદાન આપ્યું હતું. મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યરે ૩૬ બોલમાં આક્રમક બેટિંગ કરતાં ૮૨ રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરોમાં માર્કસ સ્ટોઇનિસે માત્ર ૧૧ બોલમાં ૪ સિક્સરની મદદથી અણનમ ૩૪ રન બનાવી ટીમના સ્કોરને ૨૪૫ સુધી પહોંચાડ્યો હતો.
હૈદરાબાદના બોલરોમાં હર્ષલ પટેલે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી, પરંતુ તેણે ૪ ઓવરમાં ૪૨ રન આપ્યા હતા. મોહમ્મદ શમી માટે આજનો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો હતો, તેણે પોતાની ચાર ઓવરમાં સૌથી વધુ ૭૫ રન આપ્યા હતા અને તેની છેલ્લી એટલે કે ૨૦મી ઓવરમાં માર્કસ સ્ટોઇનિસે ૨૭ રન ફટકાર્યા હતા, જે પંજાબની મોટી ઇનિંગનું મુખ્ય કારણ બન્યું હતું. હવે જોવાનું એ રહે છે કે હૈદરાબાદ આ વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવામાં સફળ રહે છે કે નહીં.
હર્ષલ પટેલે 18મી ઓવરમાં પંજાબ કિંગ્સને બે ઝટકા આપ્યા હતા. પહેલા ગ્લેન મેક્સવેલ આઉટ થયો અને પછી શ્રેયસ અય્યરને પેવેલિયન મોકલવામાં આવ્યો. મેક્સવેલ માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. અય્યર 36 બોલમાં 82 રન બનાવીને આઉટ થયો હતો. પંજાબનો સ્કોર 18 ઓવર પછી 6 વિકેટે 210 રન છે.
ઈશાન મલિંગાએ 17મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં 18 રન બનાવ્યા હતા. 17 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 4 વિકેટે 205 રન છે. શ્રેયસ અય્યર 35 બોલમાં 82 રન બનાવીને રમતમાં છે. તેણે 6 ફોર અને 6 સિક્સર ફટકારી છે. ગ્લેન મેક્સવેલ છ બોલમાં ત્રણ રન પર છે.
16 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 4 વિકેટે 187 રન છે. શ્રેયસ અય્યર 30 બોલમાં 65 રન બનાવીને રમતમાં છે. તેણે 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા છે. ગ્લેન મેક્સવેલ પાંચ બોલમાં બે રન પર છે.
પંજાબ કિંગ્સે 15મી ઓવરમાં 168 રનના સ્કોર પર તેની ચોથી વિકેટ ગુમાવી હતી. શશાંક સિંહ ત્રણ બોલમાં બે રન બનાવીને આઉટ થયો હતો. તેને હર્ષલ પટેલે આઉટ કર્યો હતો. પટેલની આ બીજી વિકેટ હતી.
પંજાબ કિંગ્સે તેની ત્રીજી વિકેટ 14મી ઓવરમાં 164 રનમાં ગુમાવી દીધી હતી. નેહલ વાઢેરા 22 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. તેને ઈશાન મલિંગાએ આઉટ કર્યો હતો. મલિંગાની આ બીજી વિકેટ હતી.
શ્રેયસ અય્યરે 22 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 2 ચોગ્ગા અને 5 છગ્ગા આવ્યા હતા. શમીએ 13મી ઓવરમાં 11 રન આપ્યા હતા. 13 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર બે વિકેટે 160 રન છે. શ્રેયસ અય્યર 23 બોલમાં 53 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા છે. નેહલ વાઢેરા 19 બોલમાં 23 રન બનાવીને રમતમાં છે. તેના બેટમાંથી એક ફોર અને એક સિક્સર આવી છે.
12 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર બે વિકેટે 149 રન છે. શ્રેયસ અય્યર 21 બોલમાં 48 રન બનાવીને રમતમાં છે. તેણે એક ફોર અને 5 સિક્સર ફટકારી છે. નેહલ વાઢેરા 15 બોલમાં 1 છગ્ગાની મદદથી 17 રન બનાવીને રમતમાં છે.
ઝીશાન અંસારીએ 10મી ઓવરમાં માત્ર ચાર રન આપ્યા હતા. 10 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર બે વિકેટે 120 રન છે. શ્રેયસ અય્યર 13 બોલમાં 24 રન બનાવીને રમતમાં છે. તેણે બે સિક્સર ફટકારી છે. આ સાથે નેહલ વાઢેરા 11 બોલમાં 13 રન બનાવીને રમતમાં છે.
9 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર બે વિકેટે 116 રન છે. ઈશાન મલિંગાએ 9મી ઓવરમાં 17 રન આપ્યા હતા. શ્રેયસ અય્યર 11 બોલમાં 22 રન બનાવીને રમતમાં છે. તેણે બે સિક્સર ફટકારી છે. આ સાથે નેહલ વાઢેરા સાત બોલમાં 11 રન બનાવીને રમતમાં છે. તેણે સિક્સર ફટકારી છે.
પંજાબ કિંગ્સે સાતમી ઓવરમાં 91ના સ્કોર પર તેની બીજી વિકેટ ગુમાવી હતી. પ્રભસિમરન સિંહ 23 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. તેને ઈશાન મલિંગાએ પેવેલિયન મોકલ્યો હતો.
પાવરપ્લે પંજાબ કિંગ્સના નામે ગયો. હર્ષલ પટેલે છઠ્ઠી ઓવરમાં 15 રન આપ્યા હતા. 6 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર એક વિકેટે 89 રન છે. પ્રભસિમરન સિંહ 20 બોલમાં 41 રન બનાવીને રમતમાં છે. તેણે 7 ફોર અને 1 સિક્સર ફટકારી છે. કેપ્ટન શ્રેયસ અય્યર 3 બોલમાં 9 રન પર છે. તેણે સિક્સર ફટકારી છે.
પ્રિયાંશ આર્ય 13 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. તેણે બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. 5 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર એક વિકેટે 74 રન છે. પ્રભસિમરન સિંહ 16 બોલમાં 33 રન બનાવીને રમતમાં છે. તેણે 6 ફોર અને 1 સિક્સર ફટકારી છે. કેપ્ટન શ્રેયસ અય્યર એક બોલ પર બે રન પર છે.
હૈદરાબાદ તરફથી મોહમ્મદ શમીએ ત્રીજી ઓવર ફેંકી. આ ઓવરમાં 23 રન બનાવ્યા હતા. 3 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 53 રન છે. પ્રભસિમરન સિંહ 8 બોલમાં 23 રને રમતમાં છે. તેણે ચાર ફોર અને એક સિક્સર ફટકારી છે. પ્રિયાંશ આર્ય 10 બોલમાં 29 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા છે.
હૈદરાબાદ તરફથી પેટ કમિન્સે બીજી ઓવરમાં 16 રન આપ્યા હતા. 2 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 30 રન છે. પ્રભસિમરન સિંહ 7 બોલમાં 17 રને રમતમાં છે. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા છે. પ્રિયાંશ આર્ય 5 બોલમાં 12 રને રમતમાં છે. તેણે એક ફોર અને એક સિક્સ ફટકારી છે.
હૈદરાબાદ તરફથી પ્રથમ ઓવર મોહમ્મદ શમીએ ફેંકી હતી. પ્રભસિમરન સિંહે શમી પર સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. 1 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 14 રન છે. પ્રભસિમરન સિંહ 5 બોલમાં 13 રને રમતમાં છે. પ્રિયાંશ આર્ય એક રન પર છે.
પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંઘ, માર્કો જોન્સન, અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જીશાન અંસારી, મોહમ્મદ શમી અને ઈશાન મલિંગા.
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબની ટીમ કોઈ ફેરફાર કર્યા વિના આવી છે. હૈદરાબાદે ઈશાન મલિંગાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.