SRH vs RCB: બેંગ્લોરે હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીની વિસ્ફોટક સદી

Advertisement

 RCBની ટીમ 12 મેચમાં 6 જીત અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર છે

gujarati.abplive.com Last Updated: 18 May 2023 11:09 PM
बैंगलोर ने हैदराबाद को 8 विकेट से हराया

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પ્રદર્શન કરીને સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે 19.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટીમ માટે વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. તેણે 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ પહેલા હૈદરાબાદ માટે હેનરિક ક્લાસને સદી ફટકારી હતી. આ જીત સાથે RCBએ ક્વોલિફાયરમાં પહોંચવાની આશા જાળવી રાખી છે.

Continues below advertisement
કોહલી સદી બાદ આઉટ

RCBની પહેલી અને મોટી વિકેટ પડી. વિરાટ કોહલી વિસ્ફોટક સદી બાદ આઉટ થયો હતો. તેણે 63 બોલનો સામનો કરીને 100 રન બનાવ્યા હતા. કોહલીની ઇનિંગ્સમાં 12 ફોર અને 4 સિક્સ સામેલ હતી. તેણે ભુવનેશ્વર કુમારને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

બ્રેકગ્રાઉન્ડ

RCB vs SRH In IPL: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની 65મી લીગ મેચ આજે 18 મે, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ હૈદરાબાદમાં રમાશે. આ મેચ દ્વારા બંને ટીમો IPL 2023ની 13મી લીગ મેચ રમશે. આ મેચ જીતીને RCB પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખવા માંગશે.


શું કહી રહ્યા છે આંકડાઓ


આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો અત્યાર સુધીમાં 21 વખત સામસામે આવી ચુકી છે, જેમાં હૈદરાબાદે 12 અને બેંગ્લોરે 9 મેચ જીતી છે. આજે બંને વચ્ચે IPL 2023ની પ્રથમ મેચ રમાશે.


બંને વચ્ચે આજની મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. અહીં બંને ટીમો વચ્ચે 7 મેચ રમાઈ છે, જેમાં હૈદરાબાદે 6 અને RCBએ માત્ર 1માં જીત મેળવી છે.


બંને વચ્ચે છેલ્લી મેચ IPL 2022માં રમાઇ હતી. તે મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં RCBનો 67 રને વિજય થયો હતો. તે મેચમાં વિરાટ કોહલી ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો જ્યારે ફાફ ડુ પ્લેસિસે અણનમ 73 રન બનાવ્યા હતા.


પ્લેઓફની દ્રષ્ટિએ આરસીબી માટે મેચ મહત્વપૂર્ણ છે


 RCBની ટીમ 12 મેચમાં 6 જીત અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર છે. આ મેચ જીતીને બેંગલોર પ્લેઓફની નજીક પહોંચવા માંગશે. RCB તેમની બંને મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.