Sunrisers Hyderabad vs Rajasthan Royals, IPL 2025, Ishan Kishan Century: ઈશાન કિશનની તોફાની સદી અને ટ્રેવિસ હેડની ધમાકેદાર અડધી સદીના કારણે સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2025ની તેમની પ્રથમ મેચમાં 286 રન બનાવ્યા હતા. આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ ગયા વર્ષની જેમ જ જોવા મળી.  હૈદરાબાદના બેટ્સમેનોએ રાજસ્થાન રોયલ્સ સામેની પ્રથમ ઓવરથી જ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. ઈશાન કિશન આ સિઝનમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. જ્યારે ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા હતા.


ઈશાન કિશને 45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે 47 બોલમાં 106 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી છે. ઈશાનના બેટમાંથી 11 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા.






સનરાઇઝર્સ હૈદરાબાદના તમામ બેટ્સમેનોએ આક્રમક વલણ જાળવી રાખ્યું હતું. અભિષેક શર્માએ 11 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. નીતિશ કુમાર રેડ્ડીએ 15 બોલમાં 30 રન બનાવ્યા હતા. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. હેનરિક ક્લાસને 14 બોલમાં 34 રનની ઇનિંગ રમી હતી. ક્લાસને 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. 


રાજસ્થાન રોયલ્સના બોલરો ખરાબ રીતે ધોવાયા હતા. જોફ્રા આર્ચરનો IPLનો શરમજનક રેકોર્ડ છે. આર્ચરે પોતાની ચાર ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 76 રન આપ્યા હતા. હવે તે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો સ્પેલ બોલ કરનાર બોલર બની ગયો છે. સંદીપ શર્માએ તેની ચાર ઓવરમાં 51 રન અને સ્પિનર ​​મહિષ તિક્ષણાએ  ચાર ઓવરમાં 52 રન આપ્યા હતા. ઝડપી બોલર તુષાર દેશપાંડેએ ચાર ઓવરમાં 44 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. 


રાજસ્થાન રોયલ્સ સામે જીતવા માટે 287 રનનો ટાર્ગેટ


ઈશાન કિશનની અણનમ સદી અને ટ્રેવિસ હેડની અડધી સદીના આધારે સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે જીતવા માટે 287 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ઈશાન અને હેડના દમ પર હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટે 286 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. આઈપીએલમાં સૌથી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ પણ હૈદરાબાદના નામે છે. હૈદરાબાદે RCB સામે ગત સિઝનમાં ત્રણ વિકેટે 287 રન બનાવ્યા હતા, જે આ ટૂર્નામેન્ટનો સર્વોચ્ચ સ્કોર છે.