IPL 2026 ની હરાજી ખાસ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મહત્વપૂર્ણ રહેશે. ગત સિઝનમાં, KKR ના કેપ્ટનશિપને લઈને ઘણી ચર્ચા થઈ હતી, જેના કારણે આખરે અજિંક્ય રહાણે પર જવાબદારી મૂકવામાં આવી હતી. KKR ટેબલમાં આઠમા સ્થાને રહ્યું હતું. હવે, વેંકટેશ ઐયરને હરાજી પહેલા રિલીઝ કરવા અંગે અટકળોએ જોર પકડ્યું છે, કારણ કે તેના જવાથી કોલકાતા ટીમનું  પર્સ ₹23.75 કરોડ ખાલી થશે. ચાલો IPL 2026 ની મીની-હરાજી પહેલા જાણીએ KKR દ્વારા ક્યાં પાંચ ખેલાડીઓને રિલીઝ કરવામાં આવી શકે છે. 

Continues below advertisement

KKR 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે

વેંકટેશ ઐયર

Continues below advertisement

સૌથી પહેલું નામ વેંકટેશ ઐયરનું હોવાની શક્યતા છે, કારણ કે મીની-હરાજીમાં ₹23.75 કરોડ રુપિયા સુધી પર્સ ખાલી થવાથી  KKR ને એક મજબૂત ટીમ બનાવવામાં નોંધપાત્ર મદદ મળશે. ગયા વર્ષે આટલી મોટી રકમ મેળવવા છતાં ઐયર 11 મેચમાં માત્ર 142 રન જ બનાવી શક્યા.

મોઈન અલી

મોઈન અલીને ગયા વર્ષની મેગા હરાજીમાં KKR દ્વારા ₹2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. અલી 5 મેચમાં ફક્ત 6 રન બનાવી શક્યો અને ફક્ત 6 વિકેટ લીધી. આ ખરાબ પ્રદર્શનને કારણે કોલકાતા નાઈટ રાઈડર્સ તેને રિલીઝ કરી શકે છે અને બીજા ઓલરાઉન્ડરને પસંદ કરી શકે છે.

સ્પેન્સર જોનસન

પોતાની ઘાતક બોલિંગ ગતિથી વિશ્વભરમાં તબાહી મચાવનાર સ્પેન્સર જોનસન IPLમાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો. KKR એ તેને ₹2.8 કરોડમાં ખરીદ્યો, પરંતુ તે સમગ્ર સિઝન દરમિયાન 4 મેચમાં ફક્ત એક જ વિકેટ મેળવી શક્યો.

એનરિચ નોર્ટજે

એનરિચ નોર્ટજે છેલ્લા બે થી ત્રણ સિઝનમાં સતત પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો છે. છેલ્લા બે સિઝનમાં  તેણે 8 મેચમાં ફક્ત 8 વિકેટ લીધી. 2025 માં, તેણે KKR માટે 2 મેચમાં ફક્ત એક વિકેટ લીધી. તેનો ઇકોનોમી રેટ 11.86 હતો.

મનીષ પાંડે

મનીષ પાંડે એવા થોડા ખેલાડીઓમાંના એક છે જે 2008 થી ઈન્ડિયન પ્રીમિયર લીગનો અભિન્ન ભાગ રહ્યા છે. KKR એ તેને મેગા ઓક્શનમાં ₹75 લાખમાં કરારબદ્ધ કર્યો. તેણે આખી સિઝનમાં ત્રણ મેચ રમી જેમાં તેણે ફક્ત 92 રન બનાવ્યા. 

IPL 2026 ની મીની હરાજી અબુ ધાબીમાં યોજાઈ શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે BCCI 15-16 ડિસેમ્બરે હરાજી યોજી શકે છે. હવે, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે હરાજી ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં યોજાઈ શકે છે. જો આવું થાય તો તે ત્રીજી વખત હશે જ્યારે IPL ની હરાજી વિદેશમાં યોજાશે.