IPL 2025: ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર, હવે ફ્રીમાં આઈપીએલ મેચ જોવા નહીં મળે, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે

Jio સિનેમા અને Disney+ Hotstarનું મર્જર: IPL મેચો જોવા માટે ખિસ્સા ખાલી કરવા પડશે, જાણો સબ્સ્ક્રિપ્શન પ્લાન અને કિંમત.

Continues below advertisement

IPL 2025 live streaming: ક્રિકેટના કરોડો ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 2025 સીઝન શરૂ થાય તે પહેલા જ ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. અત્યાર સુધી Jio સિનેમા પર IPL મેચ ફ્રીમાં લાઈવ જોતા હતા, પરંતુ હવેથી તેમણે આ માટે પૈસા ચૂકવવા પડશે. Jio સિનેમા અને Disney+ Hotstarના મર્જર બાદ હવે JioHotstar લોન્ચ થયું છે, જેના પર IPLનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા મળશે, પરંતુ તે ફ્રી નહીં હોય.

Continues below advertisement

આ વર્ષે માર્ચ મહિનાથી શરૂ થનારી IPL 2025ની સિઝનથી ચાહકોએ મેચ જોવા માટે સબસ્ક્રિપ્શન પ્લાન ખરીદવો પડશે. ડિઝની+ હોટસ્ટાર અને જિયો સિનેમાના મર્જર બાદ શુક્રવારે JioHotstar એપ લોન્ચ કરવામાં આવી છે. અંબાણી ગ્રુપની માલિકીવાળી આ એપ પર શરૂઆતમાં થોડી મિનિટો માટે IPL લાઈવ ફ્રીમાં જોવા મળશે, પરંતુ આખી મેચ જોવા માટે યુઝર્સે સબસ્ક્રિપ્શન પ્લાન લેવો પડશે.

કંપનીએ ત્રણ અલગ-અલગ સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યા છે. સૌથી શરૂઆતનો પ્લાન 149 રૂપિયાનો છે. બીજો પ્લાન 299 રૂપિયાનો છે, જેમાં યુઝર્સને વધારે સુવિધાઓ મળશે. ત્રીજો પ્લાન 499 રૂપિયાનો છે, જેમાં યુઝર્સ જાહેરાત વિના મેચ જોઈ શકશે. આ ત્રણેય પ્લાન ત્રણ મહિના માટે વેલિડ રહેશે.

IPL 2025ની વાત કરીએ તો, ટુર્નામેન્ટની શરૂઆત 21 માર્ચથી થવાની સંભાવના છે. ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI) દ્વારા હજુ સુધી ઓફિશિયલ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ માહિતી અનુસાર, પ્રથમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ શકે છે. ફાઈનલ મેચ 25મી મેના રોજ ઈડન ગાર્ડન્સમાં જ યોજાવાની શક્યતા છે.

એક સમયે IPL મેચો ફ્રીમાં જોવા મળતી હોવાથી ઘણા લોકો માટે મનોરંજનનો સરળ અને સસ્તો વિકલ્પ હતો. પરંતુ હવે, JioHotstar પર મેચ જોવા માટે પૈસા ખર્ચવા પડશે, જે ઘણા ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક હોઈ શકે છે. ખાસ કરીને એવા ચાહકો માટે કે જેઓ ફ્રીમાં મેચ જોવા ટેવાયેલા હતા. હવે જોવાનું એ રહેશે કે આ ફેરફાર ચાહકોના પ્રતિસાદ પર કેવી અસર કરે છે.

આ પણ વાંચો...

આવતીકાલથી શરૂ થશે WPL 2025: જાણો ક્યાં અને કેવી રીતે મફતમાં લાઈવ જોવા મળશે

Continues below advertisement
Sponsored Links by Taboola