WPL 2023, PlayOff: ભારતમાં ચાલી રહેલી વૂ્મન્સ પ્રીમિયર લીગમાં આજથી પ્લેઓફ રાઉન્ડની શરૂઆત થઇ રહી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ પહેલાથી પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર રહીને સીધી ફાઇનલમાં એન્ટ્રી મારી ચૂકી છે, ફાઇનલમાં એન્ટ્રી કરવા માટે આજે મુંબઇ ઇન્ડિયન્સની ટીમની ટક્કર યૂપી વૉરિઅર્સની ટીમ સામે થવાની છે. આજની મેચ મુંબઇમાં રમાશે, જેનો ફાયદો બન્ને મહિલા ટીમોને મળી શકે છે. જાણો આજની પ્લેઓફની મેચ કેટલા વાગે ને કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ.....
મુંબઇ ઇન્ડિયન્સ અને યૂપી વૉરિઅર્સની પ્લેઓફ મેચ ડિટેલ્સ -
ક્યારે રમાશે યૂપી વૉરિયર્સની-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે મેચ ?
યૂપી વૉરિયર્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે 24 માર્ચે મેચ રમાશે.
ક્યાં રમાશે યૂપી વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે મેચ ?
વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે મેચ મુંબઇના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય સમયાનુસાર કેટલા વાગ્યાથી શરૂ થશે યૂપી વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલી ટીમો વચ્ચેની મેચ ?
યૂપી વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. વળી, મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગે ટૉસ થશે.
કઇ ચેનલ પર જોઇ શકાશે વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ ?
યૂપી વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ સ્પૉર્ટ્સ18 નેટવર્કની ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત જે યૂઝર્સની પાસે જિયો સિનેમા (Jio Cenema) એપનુ સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા પોતાના મોબાઇલ ફોન પર મેચનો લ્હાવો લઇ શકશે. વળી, મેચની પળેપળની અપડેટ https://gujarati.abplive.com/ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે.
WPL 2023 ડિટેલ્સ -
WPL 2023માં 5 ટીમોએ ભાગ લીધો છે, આ લીગનું ફૉર્મેટ રાઉન્ડ રૉબિન મેચો વાળુ છે, દરેક ટીમ અન્ય ચાર ટીમો સામે ટકરાઇને આગળ વધી છે. આમાં ટૉપ પર રહેનારી ટીમ દિલ્હી કેપિટલ્સે સીધુ ફાઇનલ માટે ક્વૉલિફાય કરી લીધું છે, જ્યારે બીજા નંબરની અને ત્રીજા નંબરની ટીમો વચ્ચે ફાઇનલમાં જવા માટે આજે પ્લેઓફ મેચ રમાઇ રહી છે. આજની એલિમિનેટર મેચમાં જે જીતશે તે ફાઇનલમાં એન્ટ્રી કરી લેશે. વૂમન્સ પ્રીમિયર લીગની ફાઇનલ મેચ આગામી 26 માર્ચે રમાશે.