WPL 2023, DC-W vs MI-W: આજે વૂમન્સ પ્રીમિયર લીગમાં બે મોટી ટીમો વચ્ચે જંગ ચાલી રહ્યો છે, આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આમને સામને ટકરાઇ રહી છે. આ મેચમાં ટૉસ જીતીને દિલ્હી કેપિટલ્સની ટીમે પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સને પહેલા બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. આજની મેચમાં દર્શકોને આશા હતી હાઇસ્કૉરિંગ થઇ શકે છે, પરંતુ દિલ્હીએ પહેલા બેટિંગ કરતાં સામાન્ય ટાર્ગેટ મુંબઇને જીતવા આપ્યો છે. 


દિલ્હી કેપિટલ્સે આપ્યો 106 રનોનો ટાર્ગેટ - 
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મેગ લેનિંગની ટીમ દિલ્હી કેપિટલ્સ નિર્ધારિત 20 ઓવરોની રમત પણ પૂર્ણ ના કરી શકી. દિલ્હીની ટીમે 18 ઓવરના અંતે માત્ર 105 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચમાં સૌથી વધુ રન કેપ્ટન મેગ લેનિંગે 43 રન બનાવ્યા હતા, લેનિંગે 41 બૉલનો સામનો કર્યો જેમાં 5 ચોગ્ગાની મદદથી 43 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય જેમીમા રૉડ્રિગ્ઝે આક્રમક બેટિંગ કરી હતી, જેમીમાએ 18 બૉલમાં 25 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. આ ઉપરાંત કોઇપણ બેટ્મસેન સારી બેટિંગ કરી શકી ન હતી. 


મુંબઇની ધારદાર બૉલિંગ  -
ટૉસ હારીને પ્રથમ બૉલિંગ કરવા મેદાનમાં ઉતરેલી મુંબઇની ટીમે શાનદાર બૉલિંગનુ પ્રદર્શન કર્યુ હતુ, હરમન પ્રીત કૌરની આગેવાની વાળી મુંબઇએ ધારદાર બૉલિંગ કરી. મુંબઇ તરફથી સાઇકા ઇશાક, ઇસી વૉન્ગ, અને હીલી મેથ્યૂઝે 3-3-3 વિકેટો ઝડપીને દિલ્હીને ઘૂંટણી પાડી દીધી હતી. આ ઉપરાંત પૂજા વસ્ત્રાકર એક વિકેટ ઝડપવામાં સફળ રહી હતી. 


આ સાથે મુંબઇની ટીમને દિલ્હી સામે જીતવા માટે માત્ર 106 રનોનો નાનો ટાર્ગેટ મળ્યો હતો. હાલમાં મુંબઇ ઇન્ડિયન્સ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, અને દિલ્હી બીજા નંબર પર છે. 


દિલ્હીએ ટૉસ જીત્યો, પહેલા બેટિંગ
વૂમન્સ પ્રીમિયર લીગની આજની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની સામે દિલ્હી કેપિટલ્સની ટીમ ટકરાઇ રહી છે, આ મેચમાં દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સને પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ મળ્યુ હતુ.


મુંબઇ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવન -
હીલી મેથ્યૂઝ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નેટ સીવર બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), અમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, ઇસ્સી વૉન્ગ, અમનજોત કૌર, હુમાયરા કાઝી, જિન્તિમની કલિતા, સાયકા ઇશાક.


દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન - 
મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, મરિજાન કેપ, જેમિમા રૉડ્રિગ્ઝ, એલિસ કેપ્સી, જેસ જોનાસેન, તાન્યા ભાટિયા (વિકેટકીપર), મિન્નૂ મણી, શિખા પાન્ડે, રાધા યાદવ, તારા નૌરિસ.


હરમનની મુંબઇ ટૉપ પર 
હાલમાં વૂમન્સ પ્રીમિયર લીગની વાત કરીએ તો હરમની પ્રીત કૌરની મુંબઇ ઇન્ડિયન્સ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, મુંબઇએ અત્યાર સુધી બે મેચો રમી છે, અને બન્નેમાં જીત હાંસલ કરી છે, આ સાથે તે 4 પૉઇન્ટ અને +5.185ની નેટ રનરેટ સાથે ટૉપ પર છે. 


દિલ્હી પણ જોરદાર ફૉર્મમાં
ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સ પણ પ્રથમ સિઝનમાં શાનદાર ફૉર્મમાં દેખાઇ રહી છે. દિલ્હી પણ સિઝનમાં પોતાની બે મેચ રમી ચૂકી છે, અને એકપણ વાર હારનો સામનો નથી કર્યો, દિલ્હીએ 2 મેચોમાં 2 જીત સાથે 4 પૉઇન્ટ અને +2.550ની નેટ રનરેટ બનાવી રાખી છે. દિલ્હી કેપિટલ્સ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે.