WPL 2023, MI-W vs UPW-W: મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ યૂપી વૉરિઅર્સની વચ્ચે આવતીકાલે એટલે કે 24 માર્ચે શુક્રવારે મહિલા આઇપીએલની પ્લેઓફ મેચ રમાશે. આ મેચને લઇને અલગ અલગ પ્રિડિક્શન કરવામાં આવી રહ્યાં છે. આજે આ મેચની પુરી ડિટેલ અહીં આપવામાં આવી છે. જાણો મેચ પહેલાની મેચ પ્રિવ્યૂ....


મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ યૂપી વૉરિઅર્સ પૉઇન્ટ ટેબલમાં બન્ને ખુબ મજબૂત ટીમો છે. મુંબઇ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે, તો વળી, યૂપી વૉરિઅર્સ ત્રીજા નંબર પર છે, તેને 8 માંથી 4 મેચો જીતી છે. આવામાં આ મેચ ખુબ રોમાંચક રહેવાની પુરેપુરી સંભાવના છે.  


મુંબઇ વિરુદ્ધ યૂપી હેડ ટૂ હેડ રેકોર્ડ  -
ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ બન્ને ટીમો બે વાર આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાંથી એક મેચ મુંબઇ ઇન્ડિયન્સે જીતી છે, અને એક મેચ યૂપી વૉરિઅર્સને પોતાના નામે કરી છે. બન્ને ટીમોની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.  


ડીવાય પાટિલ સ્ટેડિયમનો પીચ રિપોર્ટ  -
ડીવાય પાટિલ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે ખુબ ખાસ છે, આને બેટિંગ પીચ કહેવામાં આવે છે. જોકે, આ બૉલર્સને પણ ખુબ સપોર્ટ કરી રહી છે, પરંતુ અહીં સારો સ્કૉર રહેવાની પુરેપુરી આશા રહે છે. ટી20 ડૉમેસ્ટિકમાં આ પીચ પર હાઇએસ્ટ સ્કૉર 187 રનોનો રહ્યો છે. વળી, સૌથી ઓછો સ્કૉર 112 રનોનો રહ્યો છે. 


ક્યારે રમાશે. યૂપી વૉરિયર્સની-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે મેચ ?
યૂપી વૉરિયર્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે 24 માર્ચે મેચ રમાશે. 


ક્યાં રમાશે યૂપી વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે મેચ ?
વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે મેચ મુંબઇના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.  


ભારતીય સમયાનુસાર કેટલા વાગ્યાથી શરૂ થશે યૂપી વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલી ટીમો વચ્ચેની મેચ ?
યૂપી વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. વળી, મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગે ટૉસ થશે. 


કઇ ચેનલ પર જોઇ શકાશે વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ ?


યૂપી વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ સ્પૉર્ટ્સ18 નેટવર્કની ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત જે યૂઝર્સની પાસે જિયો સિનેમા (Jio Cenema) એપનુ સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા પોતાના મોબાઇલ ફોન પર મેચનો લ્હાવો લઇ શકશે. વળી, મેચની પળેપળની અપડેટ https://gujarati.abplive.com/ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે.


મુંબઇ ઇન્ડિયન્સની ફૂલ સ્ક્વૉડ - 
ધાર ગુર્જર, અમનજોત કૌર, અમેલિયા કેર, ચ્લૉઇ ટ્રાયૉન, હરમનપ્રીત કૌર, હેલે મેથ્યૂઝ, હીથર ગ્રાહમ, હુમાયરા કાજી, ઇસ્સી વૉન્ગ, જિન્તિમની કલિતા, નેટ સીવર બ્રન્ટ, નીલમ બિષ્ટ, પૂજા વસ્ત્રાકર, પ્રિયંકા બાલા, યાસ્તિકા ભાટિયા, સાયકા ઇશાક, સોનમ મુકેશ યાદવ. 


યૂપી વૉરિઅર્સની ફૂલ સ્ક્વૉડ -  
કિરણ નવગિરે, શ્વેતા સહરાવત, સિમરન શેખ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, ગ્રેસ હેરિસ, પાર્શવી ચોપડા, સોફી એક્સેલસ્ટૉન, સોપ્પાઘંડી, યશશ્રી, તહલિયા, મેક્ગ્રા, એલિસા હીલી, લક્ષ્મી યાદવ, શિવાલી શ્રીકાંત શિન્દે, અંજલિ સરવાણી, લૉરેન બેલ, રાજેશ્વરી ગાયકવાડ. શબનીમ ઇસ્માઇલ.