આજે ટીમ ઇન્ડિયા આયરલેન્ડ સામે રમશે 100મી ટી-20 મેચ, રાત્રે 8.30 વાગે શરૂ થશે મેચ
આયરલેન્ડ પ્રવાસ ભારત માટે ઇગ્લેન્ડ પ્રવાસની તૈયારીઓ કરવા અને ત્યાંની પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવા માટે બેસ્ટ મોકો છે. આયરલેન્ડ બાદ ભારતને ઇંગ્લેન્ડમાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે.
ભારતીય ટીમ આજ આયરલેન્ડ સામે પહેલી ટી-20 રમશે. ટીમને આયરલેન્ડ પ્રવાસમાં બે ટી-20 મેચ રમવાની છે. પહેલી મેચ દ વિલેઝજ, માલાહિદે મેદાનમાં રમાશે. પહેલી ટી-20 આજે રાત્રે 8.30 વાગે શરૂ થશે.
આ પ્રવાસ પર ભારતની મુખ્ય ટીમ મેદાનમાં ઉતરશે. તાજેતરમાં જ આફઘાનિસ્તાન વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો હતો.
આયરલેન્ડ ટીમઃ- પૉસ સ્ટર્લિંગ, વિલિયમ પોરટફિલ્ડ, એન્ડી બૉલબિરની, સિમરનજીત સિંહ, ગૈરી વિલ્સન (કેપ્ટન), કેવિન ઓ બ્રાયન, સ્ટૂઅર્ટ થામ્પસન, સ્ટૂઅર્ટ પઓન્ટર, જોર્જ ડૉકરેલ, બોઅદ રૈનકિન, જોશુઆ લિટિલ.
ભારતીય ટીમઃ- રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), સુરેશ રૈના, કેએલ રાહુલ, મનીષ પાન્ડે, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ.
નવી દિલ્હીઃ લાંબા આરામ બાદ ભારતીય ટીમને ત્રણ મહિના સતત ક્રિકેટ રમવાની છે અને આની શરૂઆત આજથી શરૂ થઇ રહેલા આયરલેન્ડ પ્રવાસથી કરશે.