ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત બાદ ઈરફાને કહ્યું કે, મારી ક્રિકેટ યાત્રા સંતોષકારક હતી. ચાહકોએ મારા પર ખૂબ પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા છે. હું ટોચના 5 બોલરોની યાદીમાં હતો, જે એક મોટી ઉપલબ્ધિ છે. જોકે, હું ક્રિકેટ સાથે જોડાયેલ રહીશ.
ઈરફાને પોતાની ટીમના તમામ સભ્યો, કોચ, સ્પોર્ટ સ્ટાફ અને ફેન્સનો આભાર માન્યો. તેમણે કહ્યું કે , હું તે તમામ સાથીઓ, કોચ અને સ્પોર્ટ્સ સ્ટાફનો આભારી છું, જેઓએ મને હંમેશા સપોર્ટ કર્યો.
ભારતે 2007ના વર્લ્ડકપની ફાઇનલમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો હતો. આ ફાઇનલ મેચમાં પઠાણે ઘાતક બોલિંગ કરી હતી. 4 ઓવરમાં માત્ર 16 રન આપી તેણે 3 વિકેટ ઝડપી હતી. જેમાં શાહિદ આફ્રિદીની વિકેટ પણ હતી. પઠાણના આ પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ફાઇનલ મેચ બાદ પઠાણે કહ્યું, આફ્રિદીને આઉટ કર્યા બાદ બધા ખેલાડીઓ ખુશીના માર્યા મારી પર ચઢી ગયા હતા. મેં બધાને કહ્યું કે, હટી જાવ મને શ્વાસ લેવા દો. વિશ્વકપ જીતવો મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી.