વિરાટ કોહલી ટી-20 ઈન્ટરનેશનલમાં એક મોટા રેકોર્ડથી માત્ર એક રન જ દૂર છે. રવિવારે શ્રીલંકા સામે ટી-20 સીરિઝની પ્રથમ મેચમાં એક રન બનાવતાં જ કોહલી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી નાંખશે. કોહલી 1 રન બનાવવાની સાથે જ રોહિત શર્માને પાછળ રાખીને T20Iમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન બની જશે. હાલ વિરાટ કોહલી અને રોહિત શર્મા 2633 રન સાથે બરાબરી પર છે.
ડિસેમ્બર 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણીમાં કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. પ્રથમ ટી20માં તેણે 50 બોલમાં 94 રન બનાવ્યા હતા. જે બાદ ત્રીજી અને અંતિમ ટી20માં માત્ર 29 બોલમાં 70 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને ભારતનો સ્કોર 240/3 પર પહોંચાડ્યો હતો. જેના કારણે ભારતે ટી20 શ્રેણી જીતી હતી. કોહલી ટી20માં હજુ સુધી સદી ફટકારી શક્યો નથી.
ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી20 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી ટી20 7 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી ટી20 10 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.
BJP સાંસદની ઓવૈસીને ધમકી, કહ્યું- ‘ક્રેનથી ઉલટો લટકાવીને કાપી નાંખીશ તારી દાઢી’
ગુવાહાટીમાં આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ T20, CAAને લઈ વિરોટ કોહલીએ કહી ચોંકાવનારી વાત, જાણો વિગત
CM રૂપાણીએ અમદાવાદમાં ખુલ્લો મુક્યો ફ્લાવર શૉ, જુઓ શાનદાર તસવીરો