મુંબઈઃ રાજકુમાર હિરાણી સર્વશ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓમાંથી એક છે. હવે અહેવાલ છે કે, રાજકુમારને હાલમાં જ એક પછી એક બે ક્રિકેટ સંબંધિત ફિલ્મો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મ વિશે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

સૂત્રના અનુસાર રાજ કુમાર હીરાણીની આગામી ફિલ્મ ક્રિકેટ પર આધારિત હશે. આ ઉપરાંત તે અભિજિત જોશી દ્વારાની એક વેબ સીરીજ પર પણ કામ કરવાનું વિચારી રહ્યો છે.

રાજ કુમાર હિરાણી ભારતીય ક્રિકેટર લાલા અમરનાથના જીવનપર ફિલ્મ બનાવવા માંગે છે. જે એક બાયોપિક હશે. આ ફિલ્મમાં તે ‘સંજુના રાઇટર અભિજાત જોશી સાથે કામ કરવાનો છે. લાલા અમરનાથ ૧૯૫૨માં પાકિસ્તાન વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન હતા.

22 વર્ષની ઉંમરમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કરનારા લાલા અમરનાથે પોતાના પહેલા મેચમાં જ ઈતિહાસ રચી દીધો હતો. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 17 ડિસેમ્બર 1933માં રમાયેલા મેચ દરમ્યાન અમરનાથ ભારત વતી ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરી ફટકારનારા પહેલા ક્રિકેટર હતા. આ મુકાબલામાં તેમણે 118 રન ફટકાર્યા હતા. એ સમયે આ મેચ મુંબઈના તત્કાલિન જીમખાના ગ્રાઊન્ડમાં રમાયો હતો.



લાલા અમરનાથે પોતાના કરિયરમાં 24 ટેસ્ટ મેચ રમ્યા હતા. જેમાં 878 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેમની બેટીંગ સિવાય તેમની શાનદાર બોલિંગ માટે પણ તેમને યાદ કરવામાં આવે છે. એ ભારતના પહેલા બોલર હતા જેમણે ડોન બ્રેડમેનને હિટ વિકેટ કર્યા હતા. 1947માં અમરનાથના બ્રિસબેન ટેસ્ટ દરમ્યાન બ્રેડમેન હિટ વિકેટ થયા હતા. ટેસ્ટ ક્રિકેટમાં લાલા અમરનાથે કુલ 45 વિકેટ લીધી હતી.

આ સાથે જ તેમણે 186 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભારત માટે 41.37ની એવરેજથી 10,426 રન બનાવ્યા હતા. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભલે લાલા અમરનાથ પાસે માત્ર એક સેન્ચુરી હોય પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 31 સેન્ચુરી અને 39 હાફ સેન્ચુરી ફટકારી હતી. આ સાથે જ તેમણે 463 વિકેટ પણ લીધી હતી. લાલા અમરનાથ બાદ તેમના બંન્ને દિકરા મોહિન્દર અમરનાથ અને સુરિન્દર અમરનાથે પણ ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ જોડ્યું.

એ લાલા અમરનાથ જ હતા જેની કપ્તાની હેઠળ ભારતે પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટમાં ઓફિશ્યલી જીત હાંસિલ કરી હતી. આ મેચ 1952-53માં રમાઈ હતી.