ટીમ ઈન્ડિયાના ખેલાડી જસપ્રીત બુમરાહને કઈ અભિનેત્રી કરી રહી છે ડેટ, જાણો વિગત
જસપ્રીત બુમરાહનો જન્મ અમદાવાદમાં થયો હતો. જસપ્રીત માત્ર 7 વર્ષનો હતો ત્યારે તેના પિતા મૃત્યુ પામ્યા હતા. માતાએ જસપ્રીત અને તેની બહેનને એકલે હાથે ઉછેરીને મોટા કર્યા. મા જે સ્કૂલમાં પ્રિન્સિપાલ હતાં તે જ સ્કૂલમાં જસપ્રીતે પ્રાથમિક શિક્ષણ લીધું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુમરાહે સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટમાં કેપ્શન લખ્યું હતું કે ‘પોતાની જાતને સારી બનાવવા માટે હંમેશા મહેનત કરવી પડે છે. હંમેશા ફિટ રહો. પોતાના સ્તરને વધારતા રહો.’
સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. હાલમાં જ બુમરાહે પોતાની એક તસવીર શેર કરી હતી. જેમાં તે સિક્સ પેક બતાવી રહ્યો છે.
ફિલ્મોની વાત કરીએ તો તેની હાલમાં જ આવેલી ફિલ્મ ‘થોલા પ્રેમા’ હિટ થઈ છે. આ વર્ષે તે તમિલ ફિલ્મોમાં પણ ડેબ્યૂ કરવાની છે. તેની પાસે હાલમાં 3 તમિલ ફિલ્મો છે.
જસપ્રીતના પહેલા રાશિનું નામ એક્ટર નાગા શોર્યા સાથે જોડાઈ ચુક્યું હતું. આ ચેટ શોમાં રાશિએ સ્પષ્ટ કર્યું હતું કે, તે કોઈની સાથે પણ રિલેશનમાં નથી. તેણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર કોઈ મહિલાની અફેરની વાત જોઈને દુખ થાય છે.
તેલુગુ એક્ટ્રેસ રાશિ ખન્ના અને ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીતના અફેરની આજકાલ ચર્ચા થઈ રહી છે. આ મામલે રાશિએ એક ચેટ શો દરમિયાન પોતાના અફેર પર નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, મને નથી ખબર આ કોણ છે. હું માત્ર એટલું જાણું તે કે તે એક ક્રિકેટર છે. તેનાથી વધારે કશું જ નહીં.
નવી દિલ્હી: ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ક્રિકેટનો સંબંધ બહુ જૂનો છે. ક્રિકેટરો અને હિરોઈનોની વચ્ચે લવ-સ્ટોરી ઘણીવાર જોવા મળે છે. વિરાટ-અનુષ્કાનાના લગ્ન બાદ હાર્દિક પંડ્યા અને એલી અવરામનું નામ જોડાઈ રહ્યું છે. હવે આ લિસ્ટમાં વધુ એક ભારતીય ખેલાડી અને અભિનેત્રીનું નામ સામે આવ્યું જેમાં હવે જસપ્રીત બુમરાહનું નામ પણ જોડાઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -