ભારતના આ ક્રિકેટરે માત્ર 20 બોલમાં સેન્ચુરી ઠોકી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 100 રન તો ચોગ્ગા-છગ્ગાથી જ કર્યા, જાણો વિગત
ઓફિશિયલ મેચોમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારવાની વાત કરીએ તો આ સૌથી ઝડપી સદી છે. સાહાએ આ સદી ફટકારી તે ટી-20માં પહેલીવાર થયું નથી. તેણે આઈપીએલ 2014ની ફાઈનલમાં 55 બોલમાં નોટઆઉટ 115 રન બનાવ્યા હતાં. આ વખતે સાહાને સનરાઈઝ હૈદરાબાદે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ક્રિકેટ મેદાનમાં રોજ અનેક રેકોર્ડ બનતા હોય છે અને અનેટ રેકોર્ડ ટૂટતા હોય છે. પરંતુ શનિવારે ભારતીય ટેસ્ટ વિકેટકીપર અને બેટ્સમેન રિદ્દિમાન સાહાએ એવું કારનામું કર્યું કે તેને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. સાહાએ માત્ર 20 બોલમાં આક્રમક સદી ફટકારી હતી.પોતાની આ તૂફાની ઈનિંગ્સ દરમિયાન સાહાએ 14 છગ્ગા ફટકાર્યા હતા જેમાં 9 બોલમાં 9 છગ્ગા ફટકાર્યા હતા અને આ રેકોર્ડ બનાવનારો દુનિયાનો એક માત્ર બેટ્સમેન બની ગયો છે.
33 વર્ષના સાહાએ બીએનઆર રિક્રિએશન ક્લબની વિરૂદ્ધમાં શનિવારે કાલીઘાટ મેદાન પર આ કારનામું કર્યું હતું. વિરોધી ટીમે 20 ઓવરમાં 151 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ઓપનર સહા અને કેપ્ટન શુભમય દાસે શાનદાર ભાગીદારી કરી 7 ઓવરમાં 154 રન બનાવી મેચ જીતી લીધી હતી. શુભમય 22 બોલમાં 43 રન બનાવીને નોટઆઉટ રહ્યો જ્યારે સહા આ મેચમાં છવાઈ ગયો હતો.
રિદ્ધિમાન સાહાએ તોફાની બેટિંગ એટલી શાનદાર હતી કે મેચ નિહાળી રહેલા સૌ કોઈને ચોંકાવી દિધા હતા. સહાએ જેસી મુખર્જી ટ્રોફી ટી-20ના મુકાબલામાં મોહન બાગાન ક્લબ તરફથી રમતા 20 બોલમાં આક્રમક સદી ફટકારી દીધી છે. સહા ક્રિસ ગેઈલ કરતા પણ આગળ નિકળી ગયો છે. ગેઈલે આઈપીએલ 2013માં 30 બોલમાં સદી ફટકારી હતી.
સાહા ક્રિસ ગેઈલ કરતા પણ આગળ નિકળી ગયો છે. ગેઈલે આઈપીએલ 2013માં 30 બોલમાં સદી ફટકારી હતી.
સહા 14 સિક્સ અને 4 ફોર સાથે 20 બોલમાં 102 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 510.00 હતી. સાહાએ એક પણ છોડ્યા વગર 20 બોલમાં સદી ફટકારી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -