જેસન રોયને ઈંગ્લેન્ડ તરફથી 115 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. રોયે 85 વન ડે અને 32 T20 મેચ રમી છે. સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરનારો જેસન રોય ઈંગ્લેન્ડનો પ્રથમ અને વિશ્વનો પાંચમો ખેલાડી બની ગયો છે.
સૌથી વધારે મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરવાનો વર્લ્ડ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના વન ડે અને ટી 20 ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માના નામ પર છે. રોહિત શર્માએ 144 મેચ બાદ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
બીજા નંબર ઓસ્ટ્રેલિયાનો એરોન ફિંચ છે. ફિંચને 115 મેચ બાદ ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. ત્રીજા નંબરે રહેલા ઝિમ્બાબ્વેના ચમૂ ચિમ્બાએ 126 મેચ બાદ અને ચોથા નંબર પર રહેલા ભારતના સુરેશ રૈનાએ 116 મેચ બાદ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
વર્લ્ડકપ વિજેતા ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં માત્ર કેટલા રનમાં ખખડ્યું ? હરિફ ટીમનું નામ જાણીને ચોંકી જશો
કોંગ્રેસના કયા ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનું યાદ અપાવ્યું ? જાણો વિગત