રાજનાથસિંહે કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાતચીત થતી તો કાશ્મીર પર જ નહીં પણ પાક અધિકૃત કાશ્મીર પર પણ થતી. તેઓએ કહ્યું વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રંપ સાથે વાતચીત થઈ હતી. આ મામલે વિદેશ મંત્રીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે કાશ્મીર મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી. હું માનું છું કે આનાથી પ્રમાણિત નિવેદન બીજા કોઈનું હોઈ શકે નહીં કારણ કે જ્યારે પીએમ મોદી અને ટ્રંપ વચ્ચે વાતચીત થઈ રહી હત્યારે જયશંકર પણ ત્યાં હાજર હતા.
રાજનાથસિંહે વધુમાં કહ્યું “કાશ્મીર મુદ્દા પર અમે કોઈની પણ મધ્યસ્થતા સ્વીકાર નહીં કરીએ કારણ કે આ આપણા રાષ્ટ્રીય સ્વાભિમાનનો વિષય છે. અમે દરેક વસ્તુ સાથે સમજૂતી કરી શકીએ પરંતુ રાષ્ટ્રીય સ્વાધીનતા સાથે નહીં. હું પણ સ્પષ્ટ કરવા માંગું છે કે પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્ર કાશ્મીર પર જ નહીં પણ પીઓકે પર પણ થશે.”
કાશ્મીર મુદ્દે ટ્રંપના જૂઠ પર ભારતની પ્રતિક્રિયા બાદ ઈમરાન ખાને કહ્યું - હું હેરાન છું
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રંપે ઇમરાન ખાનની ઉપસ્થિતિમાં કહ્યું હતું કે કાશ્મીર મામલે મારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત થઈ હતી. અને તેઓએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થાની વાત પણ કરી હતી. ટ્રંપે વધુમાં કહ્યું હતું કે આ મામલે મને મધ્યસ્થતા કરવાની ખુશી થશે.