નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિ ફાઇનલ દરમિયાન ઇંગ્લિશ બેટ્સમેન જેસન રૉયને દંડ ફટકારવામાં આવ્યો છે. 30 ટકા મેચ ફી કાપી લેવાની સજા આપવામાં આવી હતી.


ખરેખર, 19મી ઓવરમાં જેસન રૉય બેટિંગ કરી રહ્યાં હતો, આ દરમિયાન એક બૉલ તેના બેટને અડ્યા વિના જ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીએ પકડ્યો, ને પછી આઉટની અપીલ કરવામાં આવી હતી. આ દરમિયાન શ્રીલંકન એમ્પાયર કુમાર ધર્મસેનાએ રૉયને આઉટ જાહેર કર્યો હતો.



એમ્પાયરના નિર્ણય સામે રૉયે વાંધો ઉઠાવ્યો અને મેદાનની બહાર જવાની ના પાડી દીધી હતી. જોકે, ઇંગ્લેન્ડ પાસે કોઇ રિવ્યૂ બચ્યો ન હતો એટલે એમ્પાયરનો નિર્ણય આખરી ગણવામાં આવ્યો હતો.



એમ્પાયરના નિર્ણય સામે વિરોધ કરવાને લઇને આઇસીસીએ જેસન રૉયને આઇસીસીના નિયમ 2.8ના ઉલ્લંઘન અંતર્ગત રૉયને બે ડિમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યા, સાથે સાથે તેની 30 ટકા મેચ ફી પણ કાપી લેવામાં આવી હતી.