લંડનઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને સેમી ફાઈનલ સુધી લઈ જવામાં ગુજરાતી બોલર જસપ્રિત બૂમરાહનો મોટો ફાળો છે. બૂમરાહ લો પ્રોફાઈલ ક્રિકેટર તરીકે જાણીતો છે અને હજુ સુધી લાઈમલાઈટમાં નથી આવ્યો. હવે બૂમરાહનું નામ પ્રેમ પ્રકરણમાં જોડાયું છે.
બૂમરાહને દક્ષિણ ભારતની હૉટ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે. અનુપમા ભારતની એક માત્ર એવી એક્ટ્રેસ છે કે જેને બૂમરાહ ટ્વિટર પર ફોલો કરે છે. બૂમરાહ અને અનુપમા બહાર સાથે ફરવા જતાં હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી લરહી છે.
અનુપમાએ આ વાતોને ખોટી ગણાવી છે. અનુપમાના કહેવા પ્રમાણે, જસપ્રિત અને તે બંને સારાં મિત્ર છે. તેનાથી વધારે બંને વચ્ચે કોઈ નિકટતા નથી કે બંને એકબીજાને ડેટ પણ નથી કરતાં. જો કે ભારતમાં દરેક અભિનેત્રી ક્રિકેટર સાથેના અફેર અંગે પહેલાં આવો જ જવાબ આપતી હોય છે.