નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 3 ઓગસ્ટથી શરૂ થઇ રહેલા આ પ્રવાસ માટે મુંબઇમાં રવિવારે પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી હતી. ટીમ ઇન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને વિકેટકીપર બેટ્સમેન તરીકે પંતનો સમાવેશ કર્યો છે.

વિન્ડિઝ સામેની વન-ડે અને ટી-20 મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. વન ડે શ્રેણીમાં ગુજરાતના સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ટી-20માં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્લ્ડકપમાં જસપ્રીત બુમરાહે 9 મેચમાં 18 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 9 મેચમાં 10 વિકેટ ઝડપા સહિત 226 રન પણ બનાવ્યા હતા.


ભારતીય સમય પ્રમાણે T20 રાત્રે 8 કલાકથી શરૂ થશે. જ્યારે વન ડે સાંજે 7 કલાકથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ સાંજે 7 વાગ્યે અને બીજી ટેસ્ટ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.

ભારતનો વિન્ડિઝ પ્રવાસ

તારીખ                 મેચ                    સ્થળ                   સમય

3 ઓગષ્ટ             પ્રથમ T20               લાઉડરહિલ            રાત્રે 8થી

4 ઓગષ્ટ              બીજી T20           લાઉડરહિલ            રાત્રે 8થી

6 ઓગષ્ટ              ત્રીજી T20                    ગયાના                રાત્રે 8થી

8 ઓગષ્ટ              પ્રથમ વન ડે           ગયાના                સાંજે 7થી

11 ઓગષ્ટ             બીજી વન ડે           ટ્રીનીદાદ               સાંજે 7થી

14 ઓગષ્ટ            ત્રીજી વન ડે           ટ્રીનીદાદ               સાંજે 7થી

ધોનીની નિવૃત્તિને લઈ ચીફ સિલેક્ટર પ્રસાદે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું