નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને તામિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)ની એક મેચમાં એવો વિચિત્ર બૉલ ફેંક્યો જે ચર્ચાનો વિષય બન્યો હતો. 32 વર્ષીય અશ્વિને ટીએનપીએલમાં ડિંડીગુલ ડ્રેગન્સ તરફથી બૉલિંગ કરતાં ચેપૉક સુપર ગિલીઝ સામે આ વિચિત્ર એક્શન સાથે બૉલિંગ કરી હતી, જે એકદમ ગલી ક્રિકેટ જેવી એક્શન હતી. જેનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ખરેખરમાં, મેચમાં જ્યારે ચેપૉક સુપર ગિલીઝને જીતવા માટે 17 રનની જરૂર હતી, અને એક વિકેટ બાકી હતી. એટલે મેચમાં ડિંડીગુલ ડ્રેગન્સની જીત નક્કી હતી. ત્યારે અશ્વિને આ બૉલ ફેંક્યો હતો. જે નોર્મલ હાથથી કરેલી બૉલિંગ કરતી તદ્દન વિરુદ્ધની એક્શન હતી.


ઉલ્લેખનીય છે કે, હાલમાં રવિચંદ્રન અશ્વિનની વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. 3જી ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ શરૂ થઇ રહ્યો છે.

ભારતીય ટેસ્ટ ટીમનુ શિડ્યૂલ...
પહેલી ટેસ્ટઃ- 22-26 ઓગસ્ટ, સાંજે 7:00 વાગે, એન્ટિગુઆ
બીજી ટેસ્ટઃ- 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર, રાત્રે 8:00 વાગે, જમૈકા